News of Monday, 6th January 2025
મંગળ, બુધ અને તા.૧૨,૧૩ જાન્યુઆરીના ઠંડીનો માહોલ
વેધરએનાલીસ્ટ અશોકભાઇ પટેલની તા.૬ થી ૧૩ જાન્યુઆરી સુધીની આગાહીઃ તા.૭,૮,૧૨,૧૩ ના પવનનું જોર રહેશેઃહાલ નોર્મલ ન્યુનતમ તાપમાન ૧૧ થી ૧૩ ડિગ્રી ગણાય

રાજકોટઃ આવતી કાલ અને પરમદિવસે તેમજ તા. ૧૨,૧૩ ના ઠંડીનો ચમકારો અનુભવાશે. આ દિવસોમાં પવનનું પણ જોર રહેશે. તેમ વેધરઓના લીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે.
તેઓએ આપેલી ગત આગાહી મુજબ આજે ફરી ઠંડીનો ચમકારો જોવા મળેલ છે ે રાજકોટ ૮.૨૧ (નોર્મલથી ૪ ડીગ્રી નીચુ), અમરેલી ૧૦.૬ (ર્નોમલથી ૧ ડીગ્રી નીચુ), પોરબંદર ૧૦.૬ (નોર્મલથી ૨ ડીગ્રી નીચુ), ભુજ ૧૦.૮ (નોર્મલ નજીક), ગાંધીનગર ૧૧.૭ (ર્નોમલ થી ૧ ડીગ્રી ઉંચુ) તાપમાન નોંધાયેલ.
વેધરએન લીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે તા. ૭ થી ૧૩ જાન્યુઆરી સુધીની આગાહી જણાવેલ કે પવન મુખ્યત્વે ઉતર પૂર્વના ફૂકાશે.તા.૧૦,૧૧ જાન્યુઆરીના અમૂક સમયે પશ્ચિમી પવન ફૂંકાશે. તા.૭,૮ અને ૧૨,૧૩ જાન્યુઆરીના પવનનું જોર રહેશે.ᅠતા.૮,૧૦ જાન્યુઆરીના છુટા છવાયા વાદળો જોવા મળેશે.બાકીના દિવસોમાં મુખ્યત્વે આકાશ ચોખ્ખુ રહેશે.
હાલ નોર્મલ ન્યુનતમ તાપમાન ગુજરાતમાં ૧૧ થી ૧૩ ડીગ્રી ગણાય. તા.૭,૮ જાન્યુઆરીના તાપમાનની રેન્જ ૯ થી ૧૦ ડીગ્રી રહેશે. ઠંડીનો ચમકારો ચાલુ રહશે. તા.૯ થી ૧૧ માં ન્યુનતમ તાપમાન બે થી ત્રણ ડીગ્રી વધશે અને ૧૧ થી ૧૫ ડીગ્રીની રેન્જ રહેશ.તા. ૧૨,૧૩ જાન્યુઆરીના ફરી ઠંડીનો ચમકારો રહેશ. આ દિવસોમાં તાપમાનની રેન્જ ૯ થી ૧૩ ડીગ્રી રહેશ.
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
