<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

ગુજરાત સહકારી સંઘમાં અધ્‍યક્ષ તરીકે બારમી વખત ચૂંટાતા ઘનશ્‍યામભાઇ અમીન

રાજકોટના અરવિંદ તાગડિયા અને સુરતના ભીખાભાઇ પટેલ ડીરેકટર

ગુજરાત રાજય સહકારી સંઘના અધ્‍યક્ષ તરીકે ફરી ચૂંટાયેલા ઘનશ્‍યામભાઇ અમીન (મો. ૯૮રપ૦ ૧૯૧૯પ) તથા તેમના સાથીદારોને જાણીતા સહકારી આગેવાનો દિલીપ સંઘાણી, નરહરિ અમીન, ડોલર કોટેચા, બિપીન પટેલ (ગોતા) વગેરેએ શુભેચ્‍છા પાઠવેલ તે પ્રસંગની તસ્‍વીર.

અમદાવાદ  તા. ૬ :.. ગુજરાત રાજ્‍ય સહકારી સહકારી સંઘ રાજ્‍યની ટોચની સહકારી સંસ્‍થા છે. જેમાં ૨૮ સભ્‍યોનું બોર્ડ ૫ વર્ષ માટે બિનહરિફ ચુંટાઈ આવેલ છે. જેના બોર્ડ ઓફ મેનેજમેન્‍ટના હોદેદારોની ચૂંટણી   ચૂંટણી અધિકારી અને સીટી ડેપ્‍યુટી કલેકટર અમદાવાદના પ્રમુખસ્‍થાને યોજાઈ હતી. જેમાં શ્રી ઘનશ્‍યામભાઈ એચ. અમીનની રાજ્‍ય સહકારી સંઘના અધ્‍યક્ષ પદે બિનહરીફ વરણી કરવામાં આવી છે.

     ગુજરાતની રાજ્‍ય કક્ષાની ટોચની સહકારી સંસ્‍થાઓમાં ઘણાં વર્ષોથી સેવાઓ ઙ્કદાન કરતાં શ્રી ઘનશ્‍યામભાઈ અમીન ગુજરાત રાજ્‍ય સહકારી સંઘના અધ્‍યક્ષપદે સતત બારમી ટર્મ માટે પુનઃ બિનહરીફ ચૂંટાઈ આવ્‍યા છે.

     શ્રી ઘનશ્‍યામભાઈ અમીને રાજ્‍ય અને રાષ્‍ટ્રની એપેક્ષ સહકારી સંસ્‍થાઓમાં લાંબા સમય સુધી ચેરમેન તરીકે સતત બારમી ટર્મ માટે બિનહરીફ ચૂંટાઈ આવવાનો અદ્વિતીય અને ઐતિહાસિક રેકોર્ડ પ્રસ્‍થાપિત કરેલ છે, જે ગુજરાત રાજ્‍ય માટે ગૌરવની બાબત છે.

     શ્રી અમીને આંતરરાષ્‍ટ્રિય કો-ઓપરેટિવ એલાયન્‍સ (ICA-AP) ના વાઈસ પ્રેસિડેન્‍ટ તરીકે તેમ જ નેશનલ કો-ઓપરેટિવ યુનિયન ઓફ ઇન્‍ડિયા, ન્‍યૂ દિલ્‍હીમાં બે ટર્મ ઙ્કેસિડેન્‍ટ અને બે ટર્મ વાઈસ પ્રેસિડેન્‍ટ પદે,  કો-ઓપરેટિવ બેન્‍ક ઓફ ઈન્‍ડિયા, (COBI) ન્‍યૂ દિલ્‍હીમાં બે ટર્મ ચેરમેન પદે તેમ જ ઓલ ઇન્‍ડિયા સ્‍ટેટ કો-ઓપરેટિવ બેન્‍ક્‍સ એસોસિએશન (નાફસ્‍કોબ)ના વાઈસ ચેરમેન તરીકે નેતળત્‍વ પ્રદાન કર્યુ છે.

   રાજ્‍ય સહકારી સંઘના ઉપાધ્‍યક્ષ પદે એપીએમસી, ભરૂચના વાઈસ ચેરમેન અને ભરૂચ  જિલ્લા સહકારી સંઘના માનદ્દમંત્રીશ્રી રવિન્‍દ્રસિંહ એ. રણાની તથા રાજ્‍ય સહકારી સંઘના માનદ્દમંત્રી તરીકે

શ્રી ભીખાભાઈ ઝેડ. પટેલ સુરત જિલ્લાના જાણીતા સહકારી આગેવાનની વરણી થઇ છે.

શ્રી અરવિંદભાઈ ડી. તાગડીયા રાજકોટ જિલ્લાના જાણીતા સહકારી કાર્યકર અને રાજકોટ જિલ્લા સહકારી સંઘના પૂર્વ વાઈસ ચેરમેન અને હાલ ડિરેકટર તરીકે સેવા આપી રહ્યાં છે. આ બંને સહકારી આગેવાની માનદમંત્રી તરીકે સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી છે.

(5:06 PM IST)