તા. ૨૩ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૧૨ શુક્રવાર
News of Monday, 6th January 2025
રાજ્યમાં આગામી બે દિવસ ટાઈઢ ભુક્કા બોલાવશે : લઘુત્તમ તાપમાનમાં વધુ 3 ડિગ્રી સુધી ઘટાડો થશે
ઠંડા પવનો ફૂંકાવાના કારણે રાત્રે અને સવારના સમયે ઠંડીનો ચમકારો:રાજકોટમાં 8.2, કેશોદાં 9.1, અમરેલીમાં 10.6 ડિગ્રી.પોરબંદરમાં 10.6, ભુજમાં 10.8, ગાંધીનગરમાં 11.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન

અમદાવાદ : ગત મોડી રાતથી રાજ્યના વાતાવરણમાં ટાઢક છવાઇ છે,ઠંડા પવનો ફૂંકાવાના કારણે રાત્રે અને સવારના સમયે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસ કડકડતી ઠંડી રાજ્યમાં પડશે, લઘુત્તમ પારો બે દિવસમાં 3 ડિગ્રી જેટલો ઘટી શકે છે. આજે અમદાવાદમાં શહેરમાં મહત્તમ તાપમાન 27.7 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે 6.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.
આજે રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો ગાંધીનગરમાં 29.5 ડિગ્રી, કંડલા પોર્ટમાં 29.5, સુરતમાં 27.8, અમદાવાદમાં 27.7, મહુવામાં 27.4, સુરેન્દ્રનગરમાં 27.3, વડોદરામાં 27, ભાવનગરમાં 26.8, રાજકોટમાં 26.8, વેરાવળમાં 26.6, વલ્લભ વિદ્યાનગરમાં 26.5, અમરેલીમાં 26.5, પોરબંદરમાં 26.4, કેશોદમાં 25.4, દ્વારકામાં 25.3, ડીસામાં 25.2, નલિયામાં 25.2, ભુજમાં 25 અને ઓખામાં 23.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
ગત રાત્રે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 6.4 ડિગ્રી, રાજકોટમાં 8.2, કેશોદાં 9.1, અમરેલીમાં 10.6, પોરબંદરમાં 10.6, ભુજમાં 10.8, ગાંધીનગરમાં 11.7, સુરેન્દ્રનગરમાં 12, ડીસામાં 12.1, મહુવામાં 12.6, કંડલા પોર્ટમાં 13, અમદાવાદમાં 13.5, વેરાવળમાં 13.5, વલ્લભ વિદ્યાનગરમાં 13.6, ભાવનગરમાં 13.6, વડોદરામાં 14.2, દ્વારકામાં 14.6, સુરતમાં 16.2, ઓખામાં 19.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
