<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

ગુજરાતની સ્કૂલોમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધની તૈયારી

સ્કુલોમાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ મુકતા પહેલા સ્કુલ સ્તર પર અને શિક્ષણ વિભાગના વિશેષજ્ઞો સાથે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે

અમદાવાદ: ગુજરાતની તમામ સ્કુલમાં મોબાઈલ લઈ જવા પર સરકાર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહ્યું છે, તેના પર ટૂંક સમયમાં સરકાર નિર્ણય લેશે. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ તેની જાણકારી આપી હતી. તેઓ જણાવ્યું હતું કે સુરતમાં મોબાઇલની લતને લઈને ૧૪ વર્ષની કિશોરીએ આત્મહત્યા કરી હતી. આ ઘટના ખૂબ ગંભીર છે. તે સામૂહિક ચિંતનનો વિષય બન્યો છે. એવામાં રાજ્યની તમામ સ્કુલોમાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ લગાવવાની સરકાર વિચારણા કરી છે. રાજ્યમાં ફરી આવી ઘટના ન બને તે માટે સ્કૂલ, પરિવાર તથા સમાજ વચ્ચે મજબૂત સંવાદ વધારવાની જરૂરત છે. આપણે ડિજિટલ ડિવાઇસ નો ઉપયોગ સારા કાર્યોમાં થાય તે માટે લોકોને જાગૃત કરવા પડશે. તેને માટે ફક્ત સ્કૂલો જ નહીં પરંતુ સામાજિક સ્તર પર પણ પગલાં ભરવાની જરૂરત છે. સ્કુલોમાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ મુકતા પહેલા સ્કુલ સ્તર પર અને શિક્ષણ વિભાગના વિશેષજ્ઞો સાથે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે

(8:50 PM IST)