<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

સ્ટોક માર્કેટના નામે કરોડોની ઠગાઈ :ગઠીયા સામે અમદાવાદ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ

સ્ટોક એક્સચેન્જ ગ્રુપ નામની વેબસાઇટમાં ખોટી રીતે આઇ.ડી બનાવડાવી શેરનુ ખરીદી, વેચાણ કરાવવામાં આવતું :બનાવટી એપ્લીકેશનમાં ઊંચું વળતર બતાવી બાદમાં પૈસા મેળવવા જુદી જુદી ટેક્ષ ફ્રી ભરવાના નામે પૈસા પડાવી લેવાતા

અમદાવાદ :સ્ટોક એક્સચેન્જ ગ્રુપ નામની કંપનીના નામે whatsapp દ્વારા સંપર્ક કરી તેમને જુદા જુદા ગ્રુપમાં લોકોને એડ કરી શેરબજારમાં રોકાણની ટીપ આપી મોટો નફો કરાવી આપવાની લાલચ આપી ઠગાઈ કરતી ટોળકી ઉપર સાયબર ક્રાઇમ સેલે ગુનો નોંધાયો

 

ઘણા લોકો શેરબજારમાં રોકાણ કરીને લાખો કરોડો કમાઈ લેવાના સપના જોતાં હોય છે. પરંતુ શેરબજાર એક સટ્ટાથી ઓછુ નથી. મોટાભાગના લોકોને શેરબજારમાં રોકાણ કેવી રીતે કરવું તેનો ખ્યાલ હોતો ન નથી અને ગમે તેમ રોકાણ કરીને પોતાના પરસેવાની કમાણી ગુમાવતાં હોય છે. ત્યારે લોકોની આ ગરજનો ઘણા લેભાગુઓ ફાયદો ઉઠાવતા હોય છે. અમદાવાદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.  જેમાં શેરબજારમાં રોકાણ કરવાની ટિપ્સ આપવાના બહાને એક શખ્સ સાથે લાખોની ઠગાઈ થઈ છે

 

ગઠિયાએ સ્ટોક એક્સચેન્જ ગ્રુપ નામની વેબસાઇટમાં ખોટી રીતે આઇ.ડી બનાવડાવી શેરનુ ખરીદી, વેચાણ કરાવવામાં આવતું હતું. બનાવટી એપ્લીકેશનમાં ઊંચું વળતર બતાવી બાદમાં આ પૈસા મેળવવા જુદી જુદી ટેક્ષ ફ્રી ભરવાના નામે પૈસા પડાવી લેવામાં આવતા હતા. 

 

સ્ટોક એક્સચેન્જ ગ્રુપ કંપનીના સંચાલક અજીમ સિંહ નામે જુદા જુદા મોબાઇલ નંબર ઉપરથી વોટસઅપ દ્વારા લોકોનો મેસેજ ઉપર સંપર્ક કરી. તેમને જુદા જુદા શેરમાં રોકાણ કરવાની ટીપ આપી મોટો નફો કરાવી આપશે તેવી લાલચ આપી અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતા નેહલ નાયક સાથે 8,88,50,000/- ની ઠગાઈ કરી હતી.હાલ સાઈબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(9:37 PM IST)