<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

સુરતના પાંડેસરાના એક ઘરમાંથી મહિલાની કોહવાયેલી લાશ મળી: પતિ બે દિવસથી ગુમ

મૂળ બિહારના વતની છે. મહિલાની લાશ ડીકંપોઝ હાલતમાં હોવાથી ખૂબ દુર્ગધ પણ આવતી હતી

સુરત : શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટી વિભાગ 2ના ઘરમાંથી મહિલાની લાશ મળી આવી હતી. મહિલાની લાશ કોહવાયેલી હાલતમાં હતી, તેમજ મહિલાનો પતિ પણ બે દિવસથી ઘરે આવતો ન હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં પાંડેસરા વિસ્તારમાં મહિલાની ઘરમાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પાંડેસરા વિસ્તારમાં કર્મયોગી સોસાયટી વિભાગ 2માં આવેલા એક ઘરમાંથી પરિણીતાની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ કરતા મહિલાની લાશ કોહવાયેલી હાલતમાં મળી આવી હતી. પોલીસ તપાસમાં મહિલાનો પતિ પણ બે દિવસથી ઘરે આવતો ન હોવાનું સામે આવ્યું હતું. હાલ મહિલાની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક મહિલાનું નામ લક્ષ્મીબેન કૃષ્ણા સ્વાઈ હોવાનું જાણવા મળ્યું છે. તેઓ મૂળ બિહારના વતની છે. મહિલાની લાશ ડીકંપોઝ હાલતમાં હોવાથી ખૂબ દુર્ગધ પણ આવતી હતી.

  

બનાવની અંગે એસીપી ઝેડ આર.દેસાઈએ જણાવ્યું હતું પાંડેસરા વિસ્તારમાં કર્મયોગી સોસાયટી વિભાગ 2માં એક મહિલાની લાશ મળી આવી છે. બે દિવસ પહેલા મહિલાનું મોત થયું હોવાનું પ્રાથમિક રીતે જણાય છે. શરીર પર કોઈ કલિયર ઇજા નથી, લાશ ડી કમ્પોઝ હાલતમાં છે અને એફએસએલની ટીમને બોલાવીને તપાસ કરવામાં આવી છે. લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

વધુમાં જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં મહિલાનો પતિ બે દિવસથી ઘરે આવ્યો નથી. મહિલાના પરિવારજનોની જાણ કરવામાં આવી છે ત્યારે તેઓ સુરત આવવા રવાના થયા છે. તેઓની પૂછપરછ બાદ વધુ માહિતી સામે આવી શકશે.

(10:20 PM IST)