News of Monday, 6th January 2025
રાજપીપળા ખાટકીવાડમાં દર્દથી પીડાતા શ્વાનને સારવાર આપી પીડામુક્ત કરતી 1962 ની ટીમ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં કાર્યરત EMRI Green helth Service એનિમલ એમ્બ્યુલન્સ 1962 દ્વારા સ્વાનને પીડામાંથી મુક્ત કરવામાં આવ્યો
નર્મદા જિલ્લામાં રખડતાં પશુ પક્ષી ને સારવાર મળી રહે તે હેતુસર ૧૯૬૨ કાર્યરત છે જેમાં રાજપીપળા ના ખાટકી વાડ વિસ્તાર માં એક શ્વાન પેરાફીમોસીસ નામની બીમારી થી પીડાતું હતુ, અને એક પશુ પ્રેમી વ્યક્તિ એ 1962 માં ફોન કર્યો ત્યારબાદ નર્મદા જિલ્લાની 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ના ડોક્ટર અદનાન જાડિયા અને પાયલોટ ધર્મેન્દ્રભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા બાદ ઘણી મહેનત પછી સ્વાનને પીડામાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. સ્વાનને પીડામાંથી મુક્ત કરતા જીવદયા પ્રેમી એ ગુજરાત સરકારની 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સના પશુ ચિકિત્સક તેમજ તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
