<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

રાજપીપળા હરસિધ્ધિ મંદિર સામેની લારીઓ પાલિકાએ હટાવતા ચૈતર વસાવા લારી વાળાની મદદે આવ્યા

ધારાસભ્ય ચૈતર વસાવા લારી ચલાવતા મહિલાઓ અને પુરુષો સાથે પગપાળા ચાલી પાલિકા કચેરી પર પહોંચ્યા:પાલિકા ઉપર પહેલેથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત હોય પોલીસ સાથે ચૈતર વસાવા સહિતના આગેવાનોની ચકમક થઈ: ઘણી માથાફૂટ બાદ પોલીસે ચૈતર વસાવા સાથેના અન્ય હોદ્દેદારો અને લારી વાળાઓને અંદર રજૂઆત માટે જવા દીધા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળાના હરસિધ્ધિ માતાના મંદિર સામેની લારીઓ કલેક્ટર ના આદેશ બાદ પાલિકા દ્વારા હટાવવામાં આવી હતી જેના કારણે આજરોજ દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા સાથે આપના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા, મહામંત્રી અર્જુનભાઈ માછી, પાલિકા પૂર્વ પ્રમુખ મહેશભાઈ શરાદભાઈ વસાવા તેમજ અન્ય હોદ્દેદારો તેમજ કાર્યકરોએ લારી સંચાલકો સાથે હરસિધ્ધિ મંદિરે મુલાકાત કરી ત્યારબાદ આખો કાફલો પગપાળા પાલિકા કચેરી પર પહોચ્યો હતો.

જોકે ત્યાં પહેલેથી જ ચુસ્ત પોલીસ હતો ત્યારે ચૈતર વસાવાનો કાફલો પાલિકા પર પહોંચે તે પહેલાં જ પોલીસે અટકાવતા પોલીસ અને ચૈતર ભાઈના કાફલા વચ્ચે થોડી ચકમક થઈ ત્યારબાદ અમુક લોકોને પાલિકા માં મુખ્ય અધિકારી અને પ્રમુખને મળવા જવા દેતા ચૈતર વસાવા સહિત આપ ના અન્ય હોદ્દેદારો અને લારીના સંચાલકો સાથે પાલિકાના પૂર્વ પ્રમુખ મહેશ વસાવા અંદર ગયા હતા, જ્યાં પ્રોફેશનલ ચીફ ઓફિસર મુસ્કાન ડાંગર અને પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલને મળ્યા બાદ ચૈતર વસાવા અને તેમના ટેકેદારો એ જણાવ્યું આ લારી વાળા ત્યાં વર્ષોથી ધંધો કરતા હોય તેમનું ગુજરાન આ લારી ગલ્લા પર જ ચાલે છે અને તેમાં કેટલાક તો વિધવા બહેનો પણ છે માટે ફરી ત્યાં લારી ઊભી રહેવા દેવાની રજૂઆત કરતા પાલિકા માં ચીફ ઓફિસરનો ચાર્જ સંભાળતા મુસ્કાન ડાંગર સાથે પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલે આ તમામને બ ત્રણ દિવસ બાદ ફરી ત્યાં જ લારી ગલ્લા મૂકવાં દેવાની હૈયાધારણા આપી હતી જેથી ચૈતર વસાવા સહિતનાઓ એ આ વાત સાંભળી પાલિકા સત્તાધીશોનો આભાર માન્યો અને જો આ જગ્યા નહી આપી તો પુનઃ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી

(11:26 PM IST)