News of Tuesday, 7th January 2025
હાઇકોર્ટ પછી હવે જિલ્લા કોર્ટોને ટેકનોલોજીથી સજ્જ કરાશે : કાયદા પ્રધાન ઋષિકેશ પટેલ
નાગરિકોનો લોકશાહી અને ન્યાય પ્રણાલી પર વિશ્વાસ વધુ દ્રઢ બને તે માટે એક નવતર પ્રયાસ

અમદાવાદ: કાયદા વિભાગ અને ડાયરેકટોરેટ ઓફ પ્રોસિકયુશન કચેરી દ્વારા ગુજરાત નેશનલ યુનિવર્સિટી-ગાંધીનગર ખાતે રાજ્યના તમામ મદદનીશ સરકારી વકીલો માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમનો કાયદા પ્રધાન ઋષિકેશ પટેલે શુભારંભ કરાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતના નાગરિકોનો લોકશાહી અને ન્યાય પ્રણાલી પર વિશ્વાસ વધુ દ્રઢ બને તે માટે એક નવતર પ્રયાસના ભાગરૂપે ગુજરાત હાઇકોર્ટમાં થતા ટ્રાયલ કે સુનાણીને ટેકનોલોજીના માધ્યમથી લાઈવ અને પારદર્શક બનાવવામાં આવી છે, તેવી સુવિધા આગામી સમયમાં ગુજરાતની તમામ જિલ્લા કોર્ટમાં પણ ટેકનોલોજીના ઉપયોગથી આ પ્રકારની સુવિધાઓ વિકસાવવામાં આવશે.
(12:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
