News of Tuesday, 7th January 2025
રાજ્યમાં આગામી બે દિવસ સુધી કડકડતી ઠંડી પડશે :તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી ઘટશે
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 13-14 ડિગ્રી તાપમાન નોંધાયું: વહેલી સવારે ધુમ્મસ

અમદાવાદ : ગુજરાતમાં 2-4 દિવસથી ઠંડીથી રાહત મળ્યા પછી ફરી એકવાર કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આ સાથે જ રાજ્યમાં કોલ્ડ વેવની અસર પણ જોવા મલ રહી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 13-14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વહેલી સવારે ધુમ્મસ જોવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાનું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આગામી 2 દિવસ સુધી રાજ્યમાં કડકડતી ઠંડી પડશે, આ સાથે જ તાપમાન 3 ડિગ્રી સુધી ઘટી પણ શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે રાજ્યમાં ઠંડીમાં આંશિક વધારો થઈ શકે છે. આગામી કેટલાક દિવસોમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કડકડતી ઠંડી પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના તાપમાનમાં ઘટાડો થવાનું કહેવાઈ રહ્યું છે. હાલમાં ઉત્તર-પૂર્વથી પવનો ફુંકાઈ રહ્યા છે. ઠંડા પવનો ફૂંકાવાના કારણે સવાર અને સાંજે ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં અમદાવાદમાં 13.5, ડીસામાં 11.9, વડોદરામાં 14.0, સુરતમાં 15.9 , ભુજમાં 11.0, નલિયામાં 6.2, કંડલા 13.4, ભાવનગરમાં 13.8, દ્વારકામાં 14.9, રાજકોટમાં 9.8 અને વેરાવળમાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આજનું હવામાન (0830 IST રિપોર્ટ)
શહેરમહત્તમ તાપમાન (°C)લઘુત્તમ તાપમાન (°C)અમદાવાદ27.7 (06/01)13.5અમરેલી26.5 (06/01)12વડોદરા27 (06/01)14ભાવનગર26.8 (06/01)13.8ભુજ25 (06/01)11દાહોદ25.3 (06/01)NAદમણ28.6 (06/01)14.2ડાંગ28.6 (06/01)NAડીસા25.2 (06/01)11.9દીવ28.2 (06/01)12.2દ્વારકા25.3 (06/01)14.9ગાંધીનગર29.5 (06/01)11.5જામનગર23.7 (06/01)NAકંડલા29.5 (06/01)13.4નલિયા25.2 (06/01)6.2નર્મદા28 (06/01)NAઓખા23.5 (06/01)18.6પોરબંદર26.4 (06/01)13રાજકોટ26.8 (06/01)9.8સુરત27.8 (06/01)15.9સુરત KVK27.7 (06/01)16.9વેરાવળ26.6 (06/01)15.4
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
