<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

સુરત રેલવે સ્ટેશનની રિડેવલોપમેન્ટ કામગીરી :પ્લેટફોર્મ નંબર 2 અને 3ને બે મહિના સુધી બંધ રાખવામાં આવશે

બન્ને પ્લેટફોર્મ પરથી પસાર થતી ટ્રેનો ઉધનાથી ડાયવર્ટ કરાઈ. સુરતથી મુંબઈ જતી 122 ટ્રેન હવે ઉધના રેલવે સ્ટેશનથી ઓપરેટ થશે. વડોદરા તરફ જતી 79 ટ્રેન પણ ઉધના રેલવે સ્ટેશન તરફ ડાયવર્ટ કરાઈ

સુરત રેલવે સ્ટેશનને મલ્ટીમોડેલ ટ્રાન્સપોર્ટેશન હબ બનાવવાની કામગીરી ચાલી રહી છે. રિડેવલોપમેન્ટ માટે પ્લેટફોર્મ નંબર 2 અને 3ને 60 દિવસ માટે બંધ રાખવામાં આવશે. બન્ને પ્લેટફોર્મ પરથી પસાર થતી ટ્રેનો ઉધનાથી ડાયવર્ટ કરાઈ છે,. સુરતથી મુંબઈ જતી 122 ટ્રેન હવે ઉધના રેલવે સ્ટેશનથી ઓપરેટ થશે. જયારે વડોદરા તરફ જતી 79 ટ્રેન પણ ઉધના રેલવે સ્ટેશન તરફ ડાયવર્ટ કરાઈ છે . ટ્રેનનો સમય અને પ્લેટફોર્મ અંગે તમામ માહિતી માટે ક્યુઆર કોડ જાહેર કરાયો છે . હવે લોકો ડાયવર્ટ થયેલ ટ્રેનની માહિતી ક્યુઆર કોડની મદદથી મેળવી શકશે.

(1:25 PM IST)