News of Tuesday, 7th January 2025
નીતિનભાઈ પટેલે કહ્યું કે- ધારાસભ્ય હાર્દિક પટેલ મંત્રી બને તેવી માતાજીને પ્રાર્થના કરીએ
કડીમાં 72 ચુંવાળ કડવા પાટીદાર સમાજનો 22મો સ્નેહ મિલન સમારોહમાં હાર્દિક પટેલે સ્ટેજ પરથી કહ્યું કે, કડીને ટક્કર મારે તેવું વિરમગામ બનાવીશું. પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, હાર્દિક પટેલ મંત્રી બને તેવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ.

મહેસાણાના કડીમાં સ્નેહમિલન સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને હાર્દિક પટેલ એક મંચ પર સાથે જોવા મળ્યા હતા. હાર્દિક પટેલે સ્ટેજ પરથી નિવેદન આપતા કહ્યું કે, કડીને ટક્કર મારે તેવું વિરમગામ બનાવીશું. પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ પણ નિવેદન આપતા કહ્યું કે, હાર્દિક પટેલ મંત્રી બને તેવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ.
મહેસાણાના કડીમાં 72 ચુંવાળ કડવા પાટીદાર સમાજનો 22મો સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું હતું. હાર્દિક પટેલે કહ્યું હતું કે, નીતિન સાહેબ, આનંદીબેને સમાજ માટે બિન અનામત આયોગ, બિન અનામત નિગમ અને 10 ટકા EWS મંજૂર કરીને આપ્યું છે. આપણે એકબીજાને સહયોગ કરીએ તો વિશેષ લાભ સમાજને અને રાજ્યના લોકોને પણ મળશે. સાહેબ તમારા બધાના આશીર્વાદથી ખૂબ લાંબો સમય વિરમગામ, દેત્રોજ, માંડલનો સેવા કરવાનો અવસર મળશે તો કડીને પણ ટક્કર મારે એવું વિરમગામ દેત્રોજ માંડલનો વિસ્તાર બનાવો છે.
હાર્દિક પટેલે નીતિનભાઈ પટેલને અનેક વખત પોતાના ભાષણમાં યાદ કરતા અનેક વાતો વાગોળી હતી. તો બીજી તરફ નીતિનભાઈ પટેલે કહ્યું કે, હું કહીશ પહેલું સ્ટેજ મંત્રીનું આવે છે, એટલે પહેલા મંત્રી બને એવી ઉમિયા માતાજીને પ્રાર્થના કરીએ છીએ. હાર્દિકને ધારાસભ્ય બન્યા પછી આજ દિવસ સુધી એક પણ વિવાદ એમના નામે ઉભો થયો નથી.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
