<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિના સભ્યો દક્ષિણ ગુજરાતના સિંચાઈ વિભાગના વિવિધ ડેમના અભ્યાસ પ્રવાસ અર્થે રવાના

રાજકોટ તા.૭ : ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિના સભ્યશ્રીઓ આજે તા. ૦૭ થી તા. ૧૦ જાન્યુઆરી સુધી દક્ષિણ ગુજરાતના સિંચાઈ વિભાગના વિવિધ ડેમના અભ્યાસ પ્રવાસ અર્થે ગાંધીનગર ખાતેથી રવાના થયા છે.

આ સમિતિ તા. ૦૭ અને ૦૮ જાન્યુઆરીએ કેવડીયા, કરજણ ડેમ, કાકરાપાર પ્રોજેક્ટ, ઉકાઈ ડેમ તથા માંડવીની મુલાકાત કરશે. આ ઉપરાંત સમિતિ તા. ૦૯ જાન્યુઆરીએ સોનગઢ, ઉચ્છલ, પૂર્ણા ડેમ, મધુબન ડેમની મુલાકાત કરી તા. ૧૦ જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે પરત ફરશે.

(4:10 PM IST)