<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

રાજ્યમાં મગફળીનો ઉંચો ભાવ વડાલી અને વિજયનગરમાં 1356 રૂપિયા સુધી બોલાયો : જાણો અન્ય 34 યાર્ડના ભાવ

ગુજરાતની 34 માર્કેટ યાર્ડમાં કુલ 3,044.46 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :ગુજરાતની 34 માર્કેટ યાર્ડમાં કુલ 3,044.46 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ વડાલી માર્કેટ યાર્ડમા 1356 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1220 રૂ. અને નીચો ભાવ 900 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વિજયનગરમાં 1356 રૂ., તલોદમાં 1355 રૂ., મોડાસામાં 1339 રૂ., ડીસામાં 1321 રૂ., હળવદમા 1280 રૂ., ગોંડલમાં 1181 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 3,044.46 ટન મગફળીની આવક થઇ છે.

(7:27 PM IST)