<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

ધંધુકાના ફેદરા પાસે મોટી દુર્ઘટના:ભડિયાદની યાત્રામાં ટેમ્પો વીજ લાઈનને અડક્યો:4 લોકોને લાગ્યો વીજ કરંટ

યાત્રાળુઓનો ટેમ્પો રોડ નીચે ઉતરતા સમયે વીજ કરંટ લાગ્યો :સેવાલીયા તાલુકાના વસોના આ યાત્રિકો વતની હતા

 

ધંધુકાના ફેદરા નજીક ભડિયાદની યાત્રામાં આવેલ 4 યાત્રાળુઓને વીજ કરંટ લાગ્યો હતો. યાત્રાળુઓનો ટેમ્પો રોડ નીચે ઉતરતા સમયે વીજ કરંટ લાગ્યો હતો. 

  મળતી માહિતી અનુસાર સેવાલીયા તાલુકાના વસોના આ યાત્રિકો વતની હતા. જ્યારે આ યાત્રાળુઓનો ટેમ્પો રોડ નીચે ઉતરતો હતો ત્યારે વીજ કરંટ ટેમ્પોને લાગ્યો હતો. ટેમ્પો રોડ નીચે ઉતરતા સમયે વીજળી લાઇનના વાયરો અડી જતા આ દુર્ઘટના થઈ હતી.

ટેમ્પોમાં એક બાળકી, એક મહિલા અને બે યુવાનો મુસાફરી કરી રહ્યા હતા. જે તમામને વીજ કરંટ લાગ્યો હતો. ત્યારે આ ઘટનામાં 108 મારફતે ઈજાગ્રસ્તોને ધંધુકા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા. જોકે વિજ કરંટ લાગતા ટેમ્પોમાં આગ લાગી હતી. જેને લઇ આસપાસના વિસ્તારના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી કરવામાં આવી હતી.


 

(9:17 PM IST)