News of Wednesday, 8th January 2025
ગુજરાત રાજ્યના સરકારી અધિકારીઓ- કર્મચારીઓને સ્થાવર-જંગમ મિલકતનું પત્રક ભરી આપવા તાકીદ
નિયત સમયમર્યાદામાં મિલકત પત્રક રજૂ કરવામાં ન આવે તો તેઓના પગાર અટકાવવા બાબતે સૂચના

ગાંધીનગર :ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો,૧૯૭૧ના નિયમ-૧૯ માં સરકારી અધિકારીઓ/કર્મચારીઓઅંગે સ્થાવર/જંગમ મિલકતનું પત્રક ભરવા માટેની જોગવાઇ થયેલ છે. જે તે કેલેન્ડર વર્ષના સ્થાવરમિલકતના પત્રકો સંબંધિત કેલેન્ડર વર્ષ (એટલે કે જાન્યુઆરી થી ડિસેમ્બર સુધી) પૂરૂ થયા પછીના મહિનામાંએટલે કે, તરતના જાન્યુઆરી મહિનામાં ભરવાના રહે છે.
પરિપત્રથી સરકારી અધિકારી દ્વારા નિયત સમયમર્યાદામાં મિલકતપત્રક રજૂ કરવામાં ન આવે તો તેઓના પગાર અટકાવવા બાબતે સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે.
ક્રમાંક:(૨)ના તા.૨૮/૨/૨૦ર૪ ના જાહેરનામાથી રાજય સરકારના તમામ વર્ગ-૩નાકર્મચારીઓ માટે રાજ્ય સરકારના રાજયપત્રિત અધિકારીઓની જેમ વાર્ષિક ધોરણે મિલકત પત્રક ભરવાની
જોગવાઇ લાગ્ પાડવામાં આવેલ છે. જે અન્વયે ઉપર્યુંકત વંચાણે લીધા ક્રમાંક:(૩)ના પરિપત્રથી રાજ્યસરકારના રાજયપત્રિત અધિકારીઓ સાથે વર્ગ-૩ના કર્મચારીઓ માટે પણ વાર્ષિક મિલકત પત્રક ભરવાનીકામગીરી “કર્મયોગી“ સોફટવેર અંતર્ગત ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ઓનલાઇન ભરવા અન્વયેની કામગીરી અનેઅમલીકરણ સંદર્ભમાં સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે. જેના અનુસંધાને વર્ષ -૨૦૨૪ના મિલકતપત્રકો ભરવા અંગે નીચે મુજબની સૂચનાઓ આથી પરિપત્રિત કરવામાં આવે છે.
પરિપત્ર:
ગાંધીનગર : રાજ્ય સરકારના રાજયપત્રિત અધિકારીઓ સાથે રાજ્ય સરકારના વર્ગ-૩ના કર્મચારીઓ તથા નાણાવિભાગની ફિક્સ પગારની નીતિ હેઠળ નિમણૂંક પામેલ ફિક્સ પગારના વર્ગ-૩ના તમામ કર્મચારીઓએ પોતાના૨૦૨૪ના કેલેન્ડર વર્ષના (જાન્યુઆરી થી ડીસેમ્બર સુધીના) સ્થાવર/જંગમ મિલકત પત્રકો ભરવા અંગેનીતમામ કામગીરી “કર્મયોગી પોર્ટલ” પર ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો,૧૯૭૧ના નિયમ-૧૯થી નિયતથયેલ જોગવાઇ મુજબ ૨૦૨૪નું કેલેન્ડર વર્ષ (જાન્યુઆરી થી ડિસેમ્બર) પુરુ થયા પછીના મહિનામાં૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ સુધીમાં ઓનલાઇન ધોરણે અચુક કરવાની રહેશે અને સંવર્ગ સંચાલક દ્વારા તે સુનિશ્ચિત
કરવાનુ રહેશે.
ઉપર દર્શાવેલ સૂચના પોતાના નિયંત્રણ હેઠળના સર્વે કર્મચારી/અધિકારીઓ અને સંવર્ગ સંચાલકોનાધ્યાન ઉપર લાવવા અને ઉક્ત સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા સર્વે વિભાગોને નિર્દેશ કરવામાં આવે છે.
(1:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
