<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

NDPS એક્ટના ગુનામાં નવ વર્ષથી ભાગતા શખ્સને એમપીથી ઝડપી પાડતી એસ.ઓ.જી. નર્મદા

સાગબારા પો.સ્ટે.ના NDPS એક્ટના ગુનામાં નવ વર્ષથી અને મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્ર રાજ્યનાં NDPS એકટના ગુનામાં ભાગતો આ શખ્સ પંધાના મધ્યપ્રદેશ થી ઝડપાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદાનાઓ દ્વારા નર્મદા જીલ્લાના એસ.ઓ.જી.ના ચાર્ટર મુજબના નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર  વાય.એસ. શિરસાઠ ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. એચ.કે.પટેલ એસ.ઓ.જી. શાખા નર્મદા તથા એસ.ઓ.જી. શાખાના સ્ટાફના માણસો ધ્વારા સાગબારા પો.સ્ટે. ના એન.ડી.પી. એસ. એક્ટ કલમ ૮(સી), ૧૫, ૨૯ મુજબના ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસતો ફરતો લાલાભાઇ પુનાભાઇ ચારણ રહે.કાલંકા સ્ટેશન ફળીંયુ, તા.પંધાના, જી.ખંડવા (મધ્યપ્રદેશ) નાઓની તપાસમાં રહી હ્યુમન સોર્સીસથી માહિતી મેળવી ગામ કાલંકા સ્ટેશન ફળીંયુ, તા.પંધાના, જી.ખંડવા (મધ્યપ્રદેશ) ખાતેથી ઝડપી પાડી ગુનાનાં કામે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ સાગબારા પો.સ્ટે. સોપવામાં આવેલ છે. આમ એસ.ઓ.જી ચાર્ટર મુજબનાં છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
- જ્યારે મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્ર રાજ્યનાં ગુનાઓમાં
(૧) મધ્યપ્રદેશ રાજ્ય :- રાયપુરીયા પો.સ્ટે. ગુ.૨.નં. ૪૭/૨૦૧૯ NDPS એકટ કલમ ૮,૧૫ મુજબ.
(૨) મહારાષ્ટ્ર રાજ્ય :- અક્કલકુવા પો.સ્ટે. ગુ.ર.નં. ૩૩૭/૨૦૨૨ NDPS એકટ કલમ ૧૭ (સી), ૧૮(બી) મુજબ ના ગુનાઓ માં પણ આ શખ્સ ભાગતો હતો.

(1:07 AM IST)