News of Wednesday, 8th January 2025
શ્રી અલ્કેશસિહ ગોહિલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, રાજપીપળા દ્વારા બાઇક પર નિશુલ્ક સેફ્ટી સ્ટેન્ડ લગાવવાની કામગીરી શરૂ
ઉત્તરાયણ સુધી માં અંદાજે 1500થી વધુ સેફ્ટી સ્ટેન્ડ લગાવવાનો ટાર્ગેટ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ રસિયાઓ અત્યારથી જ પતંગના દોરા સુતાવવા અને અવનવી પતંગોની ખરીદીમાં લાગી ગયા છે અને કેટલાક તો હાલમાં પણ પતંગ ઉડાવી રહ્યા છે જેમાં અનેક શહેરો માં હાલ માં કેટલાક લોકોના પતંગના દોરાથી ગળા કપાયાની ઘટના બની છે અને દર વર્ષે આ પર્વ માં કેટલાય લોકો ઇજા પામે છે જ્યારે કેટલાક ના મોત પણ થાય છે માટે આ મુદ્દે સુરક્ષા જરૂરી છે.
નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે શ્રી અલ્કેશસિહ ગોહિલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજથી બાઇક ચાલકો ને સેફ્ટી સ્ટેન્ડ લગાવવાની શરૂઆત કરાઈ છે જેમાં આજના પહેલા દિવસે જ 500 સ્ટેન્ડ લગાવાયા હતા અને આવરનારા દિવસો માં 1500 થી વધુ સેફ્ટી સ્ટેન્ડ લાગડવાંમાં આવશે
શ્રી અલ્કેશસિહ ગોહિલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, રાજપીપળા દ્વારા અને પ્રકારના સેવાકીય કાર્યો થાય છે અને હાલમાં આવનારા ઉતરાયણ પર્વ ને ધ્યાને રાખી ખાસ લોકો ની સુરક્ષા માટે તેમના ટુ વ્હીલર પર સુરક્ષા ગાર્ડ વિનામૂલ્યે લગાવવાની સેવા કરાઈ રહી છે ત્યારે હાલમાં ઉત્તરાયણ નજીક હોય સ્વ. અલકેશસિહ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ રાજપીપળા તરફથી શરૂ થયેલા આ અભિયાન માં પહેલા દિવસથી જ બાઇક ચાલકોની સુરક્ષા ગાર્ડ લગાવવા લાઇન લાગી હતી ત્યાં તેમની ટીમ દ્વારા લોકોને વિનામૂલ્યે આ ગાર્ડ લગાવી આપવામાં આવે છે જેના કારણે લોકોના ગળા પતંગના દોરા થી કપાઈ નહી અને કોઈનો જીવ જાય નહી કે ઇજા થાય નહી.
આ સેવાકાર્ય કરતા સ્વ.અલકેશસિંહ ગોહિલ ના દીકરા રાજદીપસિંહ ગોહિલ એ જણાવ્યું કે મારા પિતાજી ના આ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકિય કાર્યો થાય છે ત્યારે હાલ માં મારા મોટાભાઈ અને પાલિકા ના કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલ ના માર્ગદર્શન હેઠળ આજથી અમે વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ લગાવવાની કામગીરી ચાલુ કરી છે જેથી ઉત્તરાયણ પર્વ માં કોઈના જીવ ના જાય અને સુરક્ષા ગાર્ડ લગાવી લોકો ના જીવ બચે તેવા અમે પ્રયત્ન કરી રહ્યા છે. જેમાં આજના પહેલા દિવસે જ અમારી ટીમે 500 ગાર્ડ લગાવ્યા છે અને આવનારા દિવસો માં અમે 1500 થી વધુ ગાર્ડ લગાવીશું.
(1:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
