તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Wednesday, 8th January 2025
દિવાળી-ક્રિસમસ વેકેશનમાં અમદાવાદ એરપોર્ટ પર રેકોર્ડ બ્રેક મુસાફરો નોંધાયા
૨૭૧૬૩ ફ્લાઇટસ ઓપરેટ કરવામાં આવી : એરપોર્ટ પરથી રોજે રોજ મુસાફરો અને ફ્લાઇટની સંખ્યામાં વધારો થઇ રહયો છે : ૨૨ ડિસેમ્બર સૌથી વ્યસ્ત દિવસ રહયો હતો : આ દિવસે અમદાવાદ એરપોર્ટ પર ૪૪૨૫૩ મુસાફરોના આવાગમન થયા હતા અને ૩૨૪ ફ્લાઇટસ ઓપરેટ કરવામાં આવી હતી

અમદાવાદ, તા.૮: અમદાવાદ એરપોર્ટ પર વર્ષ ૨૦૨૪ના છેલ્લા ત્રણ મહિનામાં ૩૫,૫૦, ૬૬૨ મુસાફરો નોંધાયા છે. આ સમય દરમિયાન એરપોર્ટ પરથી કુલ ૨૭૧૬૩ ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવી હતી. તેમાંય ૨૨ ડિસેમ્બર સૌથી વ્યસ્ત દિવસ રહ્યો હતો. આ દિવસે અમદાવાદ એરપોર્ટ પર ૪૪૨૫૩ મુસાફરોના આવાગમન થયા હતા અને ૩૨૪ ફ્લાઇટસ ઓપરેટ કરવામાં આવી હતી. જે ગત વર્ષની સરખામણીમાં ઘણી વધારે છે.
દેશના સૌથી વ્યસ્ત પૈકીના એક એવા અમદાવાદ એરપોર્ટ પરથી રોજે રોજ મુસાફરો અને ફ્લાઇટની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ક્રિસમસ અને દિવાળી વેકેશનમાં એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં અસાધારણ વધારો નોંધાયો હતો. અમદાવાદ એરપોર્ટ ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૨૪ના છેલ્લા ત્રણ મહિનામાં રોજે રોજ મુસારફોની સંખ્યા વધતી રહી હતી. ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર માસમાં અમદાવાદ એરપોર્ટ પરથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મળી કુલ ૩૫,૫૦,૬૬૨ મુસાફરોના આવાગમન થયા હતા. આ પૈકી ઘણા મુસાફરોએ એરપોર્ટની સુવિધાઓ અંગે સોશિયલ મીડિયા પર રજૂઆતો કરી હતી. કેટલાક મુસાફરોએ પોતાની ફરિયાદો-અગવડ અંગે પોસ્ટ લખી એરપોર્ટ ઓથોરિટીનું ધ્યાન દોર્યું હતું. વર્ષ ૨૦૨૩ના છેલ્લા ત્રણ મહિનામાં એરપોર્ટ પરથી ૩૦,૦૮,૦૯૧ મુસાફરોના આવાગમન થયા હતા. જેમાં વર્ષ ૨૦૨૪માં પાંચ લાખ મુસાફરોને વાધારો થયો છે. અમદાવાદ એરપોર્ટ પરથી રોજના સરેસાશ ૩૫-૩૭ હજાર મુસાફરો મુસાફરી કરી રહયા છે.
૨૨ ડિસેમ્બરે ૪૪,૨૫૩ મુસાફરોના આવાગમન થયા હતા. ૧૨મી ડિસેમ્બરે ૪૩,૮૮૧ મસાફરોના આવાગમન થયા હતા. ૨૨ ડિસેમ્બરે ૩૨૪ ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવી હતી. ૧૨ ડિસેમ્બરે ૩૧૮ ફ્લાઇટ અમદાવાદના ડોમેસ્ટિક-ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઓપરેટ કરવામાં આવી હતી.
અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યાની સાથે સાથે કાર્ગો મૂવમેન્ટમાં પણ ઘણો વધારો થયો છે. ૨૦૨૩ના છેલ્લા ત્રણ મહિનામાં ૧૮૫૦ મેટ્રિક ટન કાર્ગોનું અમદાવાદ એરપોર્ટ પરથી સંચાલન કરવામાં આવ્યું હતું. જે વર્ષ ૨૦૨૪ના છેલ્લા ત્રણ મહિનામાં ૧૭૯૦૦ મેટ્રિક ટન થયું છે. એટલે કે કાર્ગો સંચાલનમાં અનેક ગણો વધારો થયો છે.
ટોપ ૫ ડોમેસ્ટિક ડેસ્ટિનેશન
દિલ્હી, મુંબઇ, બેંગાલુરુ, પૂણે, ગોવા
ટોપ ૫ ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન
દુબઇ, અબુધાબી, સિંગાપોર, કુવૈત, જેદ્દાહ.(૨૩.૫)
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
