News of Wednesday, 8th January 2025
ગુજરાતમાં એક સપ્તાહ સુધી કોલ્ડવેવ :કમોસમી વરસાદ પડશે :હવામાન નિષ્ણાંતોની આગાહી
રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે અને ફરી હાડ થિજવતી ઠંડી જોવા મળશે: વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે ઉતર એટલાન્ટિક મહાસાગરમાં લો પ્રેશર સાનુકૂળ હશે તો ઉતર ભારતથી ગુજરાત સુધી કમોસમી વરસાદ થવાની સંભાવના

અમદાવાદ :ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આગાહી કરતા જણાવ્યું કે, અમદાવાદમાં આજથી ઠંડીનું પ્રમાણ વધશે. તાપમાન 13 ડિગ્રી થતાં એક સપ્તાહ સુધી કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. આગામી અઠવાડિયે શહેરનું તાપમાન 8 ડિગ્રી કરતા નીચે જવાની શક્યતાઓ છે. રાજ્યમાં સૌથી ઓછું નલિયામાં 9 ડીગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે.
ગુજરાત રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે અને ફરી હાડ થિજવતી ઠંડી જોવા મળશે. તેમજ બે દિવસ પછી તાપમાનમાં સામાન્ય ઘટાડો જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બને કારણે તાપમાનમાં ઘટાડો થાય તેવી આગાહી કરાઇ છે. જો કે હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે જેના કારણે આગામી 2 દિવસ પછી તાપમાનમાં ઘટાડો જોવા મળશે. આગામી બે દિવસ બાદ ફરી ઠંડીમાં ચમકારો જોવા મળશે. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ઠંડીના કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળશે.
વામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 11 જાન્યુઆરી આસપાસ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે ઉતર એટલાન્ટિક મહાસાગરમાં લો પ્રેશર સાનુકૂળ હશે તો આ વેસ્ટન ડિસ્ટર્બન્સથી ઉતર ભારતથી ગુજરાત સુધી કમોસમી વરસાદ થવાની સંભાવના છે. દેશના મોટાભાગના વિસ્તારમાં હવામાનમાં પલટો આવશે. 7 થી 9 જાન્યુઆરીના મુંબઈથી કર્ણાટક સુધી વરસાદ થવાની શક્યતાઓ છે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરમા પવનો ફૂંકાશે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
