<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

ખેડા :મોટર સાયકલ લઈને પસાર થતા પતંગનો દોરો આવતા યુવકનું ગળું ચિરાયુ :108ની ટીમ બની દેવદૂત

108 ના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને સ્થળ પર જ પતંગના દોરાથી ઇજાગ્રસ્ત યુવાનની સારવાર શરૂ કરી: યુવકને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો

અમદાવાદ :ઉત્તરાયણ પર્વને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જોકે, તે પહેલા હવે પતંગના દોરાથી લોકોના ગળા કપાવવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ત્યારે, વધુ એક યુવાનનું ગળું કપાવવાનો બનાવ ખેડાના કઠલાલ મોતીપુરા ગામ પાસે બન્યો હતો.

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના મોતીપુરા ગામ પાસેથી 23 વર્ષીય યુવક બાઈક લઈ કામ અર્થે જઈ રહ્યો હતો. તે દરમિયાન મોતીપુરા ગામ નજીક અચાનક તેના ગળાના ભાગે પતંગનો દોરો આવી જતા ગળુ ચિરાઈ ગયું હતું. અને ગળાના ભાગે ઊંડો ઘા પડી ગયો હતો. આ અકસ્માતને લઈ લોકો દોડી આવ્યા અને તરત જ 108 ને જાણ કરવામાં આવી હતી.

108 ના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને સ્થળ પર જ પતંગના દોરાથી ઇજાગ્રસ્ત યુવાનની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. જેથી તેનું લોહી વહેતું બંધ થઈ ગયું હતું. બાદમાં યુવકને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને વધુ સારવાર આપવામાં આવી હતી. 108 ની ટીમ આ યુવક માટે દેવદૂત સાબિત થઈ હતી.

(1:46 PM IST)