News of Wednesday, 8th January 2025
નડીયાદ પાસે અદ્યતન દિનશા પટેલ સ્પોર્ટસ સંકુલનું નરહિર અમીનના હસ્તે ઉદઘાટન

રાજકોટઃ નડીયાદ પાસે આવેલ ચારૂસેટ યુનિવર્સિટી ચાંગાના રૂ. ૮ કરોડનાં ખર્ચે બનેલ અદ્યતન સ્પોર્ટ્સ સંકૂલ- દિનશા પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ઉદઘાટન નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) ના હસ્તે અને ચારૂસેટ યુનિવર્સિટી ચાંગાના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ (કાકા) (ખજાનચી - ગુજરાત પ્રદેશ ભાજપ) અને શ્રી દિનશા પટેલ (પૂર્વ કેન્દ્રિય મંત્રી) ની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. દિનશા પટેલ સ્પોર્ટ્સ સંકૂલ માટે પૂર્વ કેન્દ્રિય મંત્રી શ્રી દિનશા પટેલે રૂ. ૩ કરોડનું દાન આપેલ છે. આ પ્રસંગે ટ્રસ્ટીઓ શ્રી નગીનભઇ પટેલ, ડો. એમ સી પટેલ, શ્રીમતી કુંદનાબેન પટેલ, ડો. આર વી ઉપાધ્યાય તેમજ શિક્ષણ જગત સાથે અને યુનિવર્સિટી સાથે સંકળાયેલ શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
