<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

સુરતથી આધુનિક વોલ્વો શીટર બસ સેવા શરુ :જાણો કયા રુટ પર દોડશે અને કેટલું હશે ભાડું ?

દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરતા મુસાફર જનતાને ડાયરેક્ટ રાજસ્થાન તેમજ ધાર્મિક સ્થળોની સુવિધા મળી રહેવા પામશે

સુરત એસટી વિભાગ દ્વારા નવીન આધુનિક વોલ્વો બસ નું સંચાલન સુરતથી શરૂ
કરવામાં આવ્યું છે. જેમાં સુરત થી નાથદ્વારા, મોરબી, અંબાજી વોલ્વો શીટર
બસોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સુરત થી અમરેલી, મોરબી,
નહેરુ નગર એસી સ્લીપર બસનું સંચાલન પણ શરૂ કરવામાં આવ્યું છે. આ નવીન
સર્વિસ ના કારણે દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરતા મુસાફર જનતાને ડાયરેક્ટ
રાજસ્થાન તેમજ ધાર્મિક સ્થળોની સુવિધા મળી રહેવા પામશે.

આ નવીન બસ સેવાનો મુસાફરો દ્વારા બહોળા પ્રમાણમાં લાભ લે તેવી જનતાને
અપીલ પણ કરવામાં આવી છે. આ નવીન બસને આજે લીલીઝંડી આપવામાં આવી હતી. આ
પ્રસંગે સુરત એસટી વિભાગીય નિયામક પી.વી. ગુર્જર પણ ઉપસ્થિત રહ્યા હતા.

બસનું ભાડું

સુરત થી મોરબી  - 1108 રૂપિયા
સુરત થી નાથદ્વારા - 1314 રૂપિયા
સુરત થી અંબાજી - 1045 રૂપિયા
સુરત થી અમરેલી - 1070 રૂપિયા
સુરત થી મોરબી - 914 રૂપિયા
સુરત થી નહેરુનગર - 649 રૂપિયા

સુરત એસટી વિભાગીય નિયામક પી.વી. ગુર્જરે જણાવ્યું હતું કે, સુરત વિભાગ
દ્વારા આજ રોજ જાહેર જનતા અધતન વોલ્વો બસોનો લાભ લઇ શકે તે માટે નવી એસી
બસોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. આ એસી વોલ્વો બસ સુરતથી નાથદ્વારા,
સુરત થી અંબાજી અને સુરતથી મોરબીનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. આ
ઉપરાંત એસી સ્લીપરના નવા રૂટ પણ શરૂ કરવામાં આવ્યા છે. જે સુરતથી અમરેલી,
નહેરુનગર અને મોરબી શરુ કર્યા છે. આ નવી સર્વિસનો શહેરની જનતા લાભ લે
તેવી વિનંતી છે.

(5:12 PM IST)