<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

રાજ્યમાં હજુ બે દિવસ બાદ ઠંડીમાં મળશે રાહત : લઘુત્તમ પારો 2 થી 3 ડિગ્રી વધવાની શક્યતા

રાજકોટમાં 7.3, ડીસામાં 8.8, કેશોદમાં 9.1 ડિગ્રી ,ગાંધીનગરમાં 9.2, ભુજમાં 9.2, સુરેન્દ્રનગરમાં 10.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન

અમદાવાદ :રાજ્યમાં બે દિવસથી કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે અને આગામી બે દિવસ પણ આ જ પ્રકારનું હવામાન ગુજરાતમાં જોવા મળી શકે છે. હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસ રાજ્યના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર આવશે નહીં. ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે. આજે અમદાવાદમાં 25.6 ડિગ્રી મહત્તમ તામપાન નોંધાયું છે. જ્યારે 12.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. 3.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે.

 

આજે રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો સુરતમાં 29.9 ડિગ્રી, રાજકોટમાં 29.7, વેરાવળમાં 29.7, પોરબંદરમાં 28.8, મહુવામાં 28.6, સુરેન્દ્રનગરમાં 28.5, ભુજમાં 28.4, વલ્લભ વિદ્યાનગરમાં 27.7, અમરેલીમાં 27.7, વડોદરામાં 27.4, ડીસામાં 27.2, કંડલા પોર્ટમાં 26.9, દ્વારકામાં 26.9, નલિયામાં 26.6, ગાંધીનગરમાં 25.8, ભાવનગરમાં 25.7, અમદાવાદમાં 25.6 અને ઓખામાં 24.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

 

ગત રાત્રે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 3.4 ડિગ્રી, રાજકોટમાં 7.3, ડીસામાં 8.8, કેશોદમાં 9.1, ગાંધીનગરમાં 9.2, ભુજમાં 9.2, સુરેન્દ્રનગરમાં 10.4, વલ્લભ વિદ્યાનગરમાં 10.7, વડોદરામાં 11.4, અમેરલીમાં 11.7, પોરબંદરમાં 12, અમદાવાદમાં 12.1, કંડલા પોર્ટમાં 12.4, મહુવામાં 12.5, ભાવનગરમાં 12.6, દ્વારકામાં 13.8, સુરતમાં 15.5, વેરાવળમાં 15.8, ઓખામાં 18.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

(9:45 PM IST)