<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

અમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો: 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ: હાલ સ્ટર્લીંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ

દર્દીને છેલ્લા ઘણા સમયથી અસ્થમાની તકલીફ હતી: વિદેશ પ્રવાસની કોઈ હિસ્ટ્રી નથી છતા પણ દર્દીને HMPV વાયરસનો ચેપ લાગ્યો

અમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. જેમાં 80 વર્ષીય વૃદ્ધનો કેસ પોઝિટિવ આવતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમાં વસ્ત્રાપુરની સ્ટર્લીંગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દર્દીને છેલ્લા ઘણા સમયથી અસ્થમાની તકલીફ હતી તેમજ વિદેશ પ્રવાસની કોઈ હિસ્ટ્રી નથી છતા પણ દર્દીને HMPV વાયરસનો ચેપ લાગ્યો છે.

 

HMPV વાયરસ અંગે સમગ્ર દેશમાં ફફડાટનું વાતાવરણ છે. તેમાં કેન્દ્ર દ્વારા ઇમરજન્સી બેઠક પણ બોલાવવામાં આવી છે. તેવામાં ગુજરાતમાં પણ કેસ નોંધાઇ રહ્યાં છે. HMPV વાયરસનો પ્રથમ કેસ કર્ણાટકમાં આવ્યા બાદ હવે ગુજરાતમાં પણ કેસ નોંધાઇ ચુક્યો છે. અગાઉ 2 મહિનાની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બાળકની હાલ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ બાળકી મોડાસા નજીકના કોઇ ગામની હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. જેની સારવાર ચાંદખેડાની કોઇ ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.

HMPV, એક વાયરસ જે શ્વાસ લેવામાં તકલીફ પેદા કરે છે, તે બેંગલુરુની બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં 8 મહિનાના છોકરા અને 3 મહિનાની છોકરીમાં જોવા મળ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ બે દર્દીઓ અથવા તેમના પરિવારજનોનો કોઈ આંતરરાષ્ટ્રીય પ્રવાસનો ઇતિહાસ નથી.તેમજ અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં 15 આઇસોલેશન બેડ તૈયાર કરાયા છે. દુનિયાની ચિંતા વધારી રહેલા નવા HMPV નાં કેસ ભારતમાં પણ સતત વધી રહ્યા છે. જેમાં અમદાવાદમાં પણ વધુ કેસ સામે આવી રહ્યાં છે. નાગિરકોને તાવ, ઉધરસ, શ્વાસની તકલીફનાં લક્ષણો હોય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવા સૂચન કરાયું છે. આ વાઇરસથી ડરવાની જરૂર નથી પણ તકેદારી રાખવીની જરૂર છે તેમ આરોગ્ય વિભાગે (Health Department) જણાવ્યું છે.

(9:06 PM IST)