News of Friday, 10th January 2025
અમદાવાદના બોડકદેવની ઝેબર સ્કૂલમાં 8 વર્ષની બાળકી સીડીઓ ઉતરતી વેળાએ અચાનક ઢળી પડી : કરૂણમોત
સ્કુલનું કહેવું છે કે કાર્ડિયાકએરેસ્ટ હોય શકે છે.

અમદાવાદ શહેરની બોડકદેવની પ્રખ્યાત ઝેબર સ્કૂલમાંથી દુ:ખદ ઘટના સામે આવી છે. સ્કૂલમાં ભણતી 8 વર્ષની બાળકીનું શંકાસ્પદ સ્થિતિમાં મોત નિપજ્યું હતું. બાળકી શાળાની સીડીઓ ઉતરી રહી હતી, તે સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી. બાળકી અચાનક ઢળી પડી હતી. તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.સ્કુલનું કહેવું છે કે કાર્ડિયાકએરેસ્ટ હોય શકે છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સંચાલકોએ બાળકીનું મોત હાર્ટ એટેકનાં કારણે થયું હોવાનું જણાવ્યું છે. જો કે આ દાવાની સચ્ચાઇ અંગે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે. ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી બાળકી. અચાનક હાર્ટ એટેક આવવાના કારણે શાળા દ્વારા તેને તત્કાલ સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખાસે ખસેડવામાં આવી હતી. જો કે ત્યાં ટુંકી સારવાર બાદ બાળકીનું મોત નિપજ્યું હતું.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
