તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૫ સોમવાર
News of Saturday, 11th January 2025
અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો : કચ્છના 59 વર્ષીય વ્યક્તિ સંક્રમિત થયા
દર્દીની હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલુ :દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

અમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે, જેમાં કચ્છના એક 59 વર્ષીય સિનિયર સીટીઝન સંક્રમિત થયા છે. આ દર્દીની હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.
વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. વૃદ્ધ હાલ મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ છે.
અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હૉસ્પિટલમાં બાળકને 24 ડિસેમ્બર 2024ના દાખલ કરાયા બાદ 26 ડિસેમ્બરે રિપોર્ટ આવ્યો હતો. પરંતુ આ મામલે હૉસ્પિટલે તંત્રને અવગત ન કરતાં AMC આરોગ્ય અધિકારીએ નોટિસ પાઠવી હૉસ્પિટલ સત્તાધીશો પાસેથી સમગ્ર મામલે ખુલાસો માંગ્યો હતો.
હિંમતનગરની ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળના આઠ વર્ષના બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને ICUમાં રાખવામાં આવ્યો હતો. બાળક પ્રાંતિજ તાલુકાના એક ગામનો છે.
(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
