News of Saturday, 11th January 2025
અંબાજી નજીક કોટેશ્વરની પથ્થરમારા અને લૂંટની ઘટનામાં પોલીસે કરી 7 આરોપીઓની ધરપકડ
કોટેશ્વર નજીક કેટલાક વાહનો ઉપર પથ્થરમારો કરનારા આરોપીઓ અંબાજી પોલીસે પકડી પાડ્યા અને તેનું જાહેરમાં સરઘસ પણ કાઢ્યું

અંબાજી નજીક કોટેશ્વરની પથ્થરમારા અને લૂંટની ઘટનામાં પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે. યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું પહાડી વિસ્તાર વચ્ચે આવેલું શક્તિપીઠ છે. અંબાજી શક્તિપીઠની બંને તરફ રાજસ્થાન રાજ્યની સરહદ આવેલી છે. આ વિસ્તારમાં સૌથી વધુ આદિવાસી સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે.
છેલ્લા બે ત્રણ મહિનાથી અંબાજી આસપાસના વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારાની ઘટનાઓ બનવા પામી છે, ત્યારે અંબાજી પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરી પથ્થરમારો અને લૂંટ કરતા આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. તાજેતરમાં કોટેશ્વર નજીક કેટલાક વાહનો ઉપર પથ્થરમારો કરનારા આરોપીઓ અંબાજી પોલીસે પકડી પાડ્યા છે અને તેનું જાહેરમાં સરઘસ પણ કાઢ્યું હતું. આ અગાઉ પાંસા રોડ ઉપર ત્રણ લક્ઝરી બસ ઉપર પથ્થર મારા કરનારા આરોપીઓ સામે પણ પોલીસે કડક કાર્યવાહી કરી છે.
અંબાજી અને આજુબાજુના જાહેર માર્ગ ઉપર બનતી પથ્થર મારવાની ઘટનાને લઈને અંબાજી પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે. ઘણા સમયથી બનતી પથ્થરમારાની ઘટનાને લઈને અંબાજી પોલીસ દ્વારા અલગ અલગ પ્રકારની ટીમો બનાવીને પથ્થર મારો કરનારા અસામાજીક તત્વોને પકડવા માટે કવાયત હાથ ધરી હતી. ત્યારે અંબાજી પોલીસે કોટેશ્વરમાં પથ્થરમારો કરનારા સાત આરોપીઓને ઝડપ્યા હતા. તમામ આરોપીઓને અંબાજી પોલીસ સ્ટેશન લાવીને તેમના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
