News of Sunday, 12th January 2025
ગુજરાતના યાત્રિકોને રાજ્ય સરકારે વિનામૂલ્યે મહાકુંભની યાત્રા કરાવવી જોઈએઃ ઈસુદાન ગઢવી
વેઇટિંગ હોવાથી સરકાર સ્પેશિયલ ટ્રેન દોડાવે તેવી પણ માંગણી ઇસુદાન ગઢવીએ કરી

અમદાવાદ : મહાકુંભને લઇ AAP નેતા ઇસુદાન ગઢવીની સરકાર પાસે માગ કરી છે. ગુજરાતના લોકોને, રાજ્ય સરકારે મફતમાં મહાકુંભની યાત્રા કરાવવી જોઈએ. “અસહ્ય ટિકિટ દર અને યાત્રાના લાંબા સમયના કારણે, ગુજરાતના અનેક લોકો નથી કરી શકાતા મહાકુંભની યાત્રા, ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓને કુંભ મેળામાં દર્શન કરાવવા માટે ગુજરાત સરકારે ખાસ વ્યવસ્થા કરવી જોઈએ. લાંબુ વેઇટિંગ હોવાથી સરકાર સ્પેશિયલ ટ્રેન દોડાવે તેવી પણ માંગણી ઇસુદાન ગઢવીએ કરી છે.
(5:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
