ડાયાબિટીસ, સ્થૂળતા, બીપી...હવે ગરીબોને પણ થઈ રહ્યા છે અમીરોના રોગો : ભારતમાં ગરીબ લોકો પણ હવે અમીરોના રોગોનો શિકાર બની રહ્યા છે : જ્યાં સુધી ગરીબોને યોગ્ય અને સસ્તું પોષણ, આરોગ્ય સેવાઓ અને માહિતી નહીં મળે ત્યાં સુધી આ રોગોને રોકી નહિ શકાય : શહેરી ગરીબોના ખોરાકમાં ફાઇબર, પ્રોટીન, વિટામિન અને ખનિજો હોતા નથી, પરંતુ તેમાં ઘણું તેલ, મીઠું અને ખરાબ ચરબી હોય છે : આના કારણે ધીમે ધીમે ઇન્સ્યુલિનની ઉણપ થાય છે, પેટ પર ચરબી વધે છે અને પછી ડાયાબિટીસ, સ્થૂળતા અને બ્લડપ્રેશર જેવા રોગો થાય છે10:19 AM IST
વિપક્ષ આજે સાંજે મોદી સરકાર વિરૂધ્ધ ચક્રવ્યૂહ તૈયાર કરશે : ઓપરેશન સિંદૂરથી લઈને એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના સુધી, ઈન્ડિયા એલાયન્સ કેન્દ્ર સરકારને આવા ૭ પ્રશ્નો પૂછી શકે છે : મહાગઠબંધન મોદી સરકારને ઘેરવા માટે રણનીતિ બનાવશે : બિહારમાં મતદાર યાદી ચકાસણી પ્રક્રિયામાં ચૂંટણી પંચની પારદર્શિતા પર વિપક્ષે પ્રશ્નો ઉભા કર્યા છે10:22 AM IST
આવી ડિજિટલ ધરપકડ! મધ્યપ્રદેશમાં ભાજપના નેતાના પુત્ર 8 વર્ષ સુધી રહ્યા ડીઝીટલ એરેસ્ટ : 45 લાખ રૂપિયા ગુમાવ્યા : ગુંડાઓએ અલગ અલગ મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ડિજિટલ એરેસ્ટ કરી અને અલગ અલગ ખાતામાં કુલ 45 લાખ રૂપિયા જમા કરાવ્યા :બદમાશો સ્ક્રીન પર નકલી પોલીસ, જજ, સીબીઆઈ અધિકારી હોવાનો ડોળ કરતા રહ્યા અને પોલીસ સાયરન પણ વગાડતા હતા 12:24 AM IST
માત્ર ૧૮ વર્ષની ઉંમરે કરોડોની માલકિન : ડોનાલ્ડ ટ્રમ્પની પૌત્રી કાઈ ટ્રમ્પ યુએસ પ્રમુખ કરતાં પણ પાંચ ગણું વધુ કમાય છે! : આશ્ચર્યજનક નેટવર્થ $૨૧ મિલિયન (લગભગ ₹૧૭૫ કરોડ)! NIL ડીલ્સ, સોશિયલ મીડિયા સ્પૉન્સરશિપ અને મોડેલિંગ કોન્ટ્રાક્ટ્સથી વાર્ષિક ₹૨૦ કરોડની આવક : આધુનિક યુગમાં યુવા પ્રભાવકોનો આર્થિક જાદુ!10:48 PM IST
યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત : 'યુવા આધ્યાત્મિક સંમેલન' નશા મુક્ત ભારત તરફ ઐતિહાસિક પહેલ - PM નરેન્દ્રભાઈ મોદી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 'માય ભારત' (MY Bharat) પહેલ હેઠળ કાશીના પાવન ઘાટો પર આયોજિત સંમેલનને બિરદાવ્યું : "વિકસિત ભારત માટે નશા મુક્ત યુવા" વિષય પર દેશભરના યુવા નેતાઓ અને આધ્યાત્મિક ગુરુઓએ કરી ચર્ચા : નશા વિરુદ્ધ રાષ્ટ્રીય યુવા આંદોલનની શરૂઆત10:47 PM IST
માનવ ભવિષ્ય માટે અનોખી અને વિવાદાસ્પદ પહેલ : વૈજ્ઞાનિકો 'માનવ મળ'ને થીજવી રહ્યા છે : ૧૦૦ વર્ષ પછી આવનારી મોટી આફતને ટાળવાનો પ્રયાસ! : ઝુરિચમાં 'માઇક્રોબાયોટા વોલ્ટ' પ્રોજેક્ટ હેઠળ ૧૦,૦૦૦થી વધુ સૂક્ષ્મજીવોના નમૂનાઓ સાચવવાનું લક્ષ્ય : નોર્વેના 'ડૂમ્સડે' સીડ વોલ્ટથી પ્રેરિત : માનવીય ગતિવિધિઓથી થતા 'માઇક્રોબાયોમ'ના ધોવાણનો ઉકેલ શોધવાની આશા10:36 PM IST
ઇન્ડિગો ફ્લાઇટમાં મિડ-એર ઇમરજન્સી : ૭૫ વર્ષીય મુસાફર ઢળી પડ્યા : આર્મી ડોક્ટરે સમયસૂચકતા વાપરી જીવ બચાવ્યો! : ચેન્નઈ-ગુવાહાટી ફ્લાઇટમાં હાઈપોગ્લાયકેમિયાના લક્ષણો દેખાતા વૃદ્ધ બેભાન થયા : રજા પરથી પરત ફરી રહેલા મેજર મુકુંદનની ત્વરિત કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી : લેન્ડિંગ બાદ દર્દીની સ્થિતિ સ્થિર જાહેર કરાઈ10:32 PM IST
રશિયાની SU-57ની ગુપ્ત ઘૂસણખોરીથી અમેરિકાના F-35નો ભ્રમ ભાંગ્યો : ભારતને પાંચમી પેઢીના ફાઇટર જેટની ઓફરથી આખું પાકિસ્તાન ધ્રૂજી રહ્યું છે! : અલાસ્કામાં અમેરિકન એરબેઝ પર SU-57ની અદૃશ્ય ઉડાન બાદ પાકિસ્તાનમાં ગભરાટ : ચીન અને અમેરિકા બંનેનો ટેકો નાનો લાગતા પાકિસ્તાનીઓનો જીવવા-મરવાનો સવાલ : ભારત માટે F-35 કે SU-57ની પસંદગીની દ્વિધા વચ્ચે વ્યૂહાત્મક સંકટ!10:17 PM IST
'વર્ષોની મિત્રતા અને હગ્લોમેસી': ટ્રમ્પના 'જેટ્સ તોડી પાડ્યા'ના દાવા પર કોંગ્રેસે PM મોદી પર સાધ્યો નિશાન; પૂછ્યું: વેપાર માટે રાષ્ટ્રનું સન્માન કેમ જોખમાવ્યું? : કોંગ્રેસે વડાપ્રધાન મોદી પાસે સંસદમાં ઔપચારિક નિવેદન અને સંઘર્ષ, યુ.એસ.ની સંડોવણી, ચીનની ભૂમિકા અને અન્ય સુરક્ષા પડકારો પર બહુ-દિવસીય ચર્ચાની કરી માંગ 9:06 PM IST
શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ: અલ્હાબાદ હાઈકોર્ટે ભગવાન શ્રી કૃષ્ણના 'નેક્સ્ટ ફ્રેન્ડ' દ્વારા દાખલ કરાયેલા દાવાને ભક્તો વતી પ્રતિનિધિ તરીકે આગળ વધારવાની મંજૂરી આપી. : વાદીઓનો આરોપ છે કે વિવાદિત સંપત્તિ ભગવાન કૃષ્ણનું જન્મસ્થળ છે અને અનાદિ કાળથી તેની પૂજા કરવામાં આવે છે. આ દાવો ઇદગાહના માળખાના અસ્તિત્વને પડકારે છે9:05 PM IST
ઉત્તરાખંડમાં વિકાસનો ધમધમાટ : અમિતભાઈ શાહે રૂદ્રપુરમાં ₹૧૨૭૧ કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું! : ઉત્તરાખંડ જેવા નાના રાજ્યો પ્રગતિ ન કરી શકે ત્યાં સુધી દેશનો વિકાસ શક્ય નથી : કેન્દ્ર સરકારે નાના અને પૂર્વીય રાજ્યોના વિકાસ પર આપ્યું વિશેષ ધ્યાન : મુખ્યમંત્રી ધામીના ઔદ્યોગિક વિકાસ અને પર્યાવરણ વચ્ચેના સંતુલનની અમિતભાઈ શાહ દ્વારા પ્રશંસા7:36 PM IST
મેંદુવડાના 'કાણા' પાછળનું રહસ્ય જાણો છો? : માત્ર ડિઝાઇન નહીં, પણ પરફેક્ટ સ્વાદ અને ક્રિસ્પીનેસનું અદ્ભુત 'વૈજ્ઞાનિક' કારણ જાણીને તમે પણ ચોંકી જશો! : દક્ષિણ ભારતની આ સ્વાદિષ્ટ ઓળખને અંદર-બહારથી સરખી રાંધવામાં મદદ, વધારાના તેલના યોગ્ય નિકાલ અને ગરમ સાંભાર-ચટણીનો સ્વાદ ભરવામાં પણ છે અનોખો ફાયદો!7:09 PM IST
ચિંતાજનક : આપણી પરંપરાગત ખેતી પદ્ધતિઓ વાયુ પ્રદૂષણનું કારખાનું બન્યું ! ખેતરોમાંથી ઝેરી હવા નીકળી રહી છે: વિશ્વભરમાં દર વર્ષે 500000 અકાળ મૃત્યુ : WHOનો રિપોર્ટ ભયાનક : પરાળી બાળવી, ગાયના છાણ અને રાસાયણિક ખાતરોનો અનિયમિત ઉપયોગ જેવી કૃષિ પ્રવૃત્તિઓ ફક્ત આપણા પર્યાવરણને જ નહીં પરંતુ આપણા સ્વાસ્થ્યને પણ ગંભીર અસર કરી રહી છે 7:08 PM IST
વિશ્વમાં ભારતીય મસાલાઓનો દબદબો : કુલ મસાલા નિકાસ રેકોર્ડ સ્તરે પહોંચી : અમેરિકા ભારતીય મસાલા માટે બીજું સૌથી મોટું બજાર : એપ્રિલ-જૂનમાં નિકાસમાં 6%નો વધારો : જૂનમાં થોડી સુસ્ત માંગ રહી : નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (એપ્રિલ-જૂન) મસાલાની નિકાસમાં 6.2 ટકાનો ઉછાળો નોંધાયો : એપ્રિલથી જૂન મહિના દરમિયાન, $1,156 મિલિયનના મસાલાની નિકાસ : ગયા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આ આંકડો $1,088 મિલિયન હતો.7:07 PM IST
હું રાજકારણ છોડી રહી છું : પંજાબમાં AAP ધારાસભ્યએ રાજીનામું આપ્યું : અનમોલ ગગન માનએ સોશિયલ મીડિયા પર રાજકારણ છોડવાનો નિર્ણય જાહેર કર્યો : ખારર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અનમોલ ગગન માનએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું : વિધાનસભા અધ્યક્ષ કુલતાર સિંહ સંધવાનને તેમનું રાજીનામું સ્વીકારવા અપીલ કરી7:05 PM IST
હૈદરાબાદ - ફૂકેટ એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ ટેકનિકલ ખામીને કારણે પરત ફરી : ૯૮ યાત્રીઓ સાથે બોઈંગ 737 મેક્સ 8 નું હૈદરાબાદમાં સુરક્ષિત ઉતરાણ! : શનિવારે સવારે ટેક-ઓફ બાદ તરત જ વિમાનને પાછું વાળવું પડ્યું : સાવચેતીના ભાગરૂપે ક્રૂ દ્વારા પરત ફરવાનો નિર્ણય લેવાયો : એરલાઇને અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવી6:17 PM IST
ઉત્તર પ્રદેશમાં કાંવડ યાત્રા દરમિયાન ભડકો : ડીજે વગાડવા મુદ્દે કાંવડીયા અને નમાઝીઓ વચ્ચે હિંસક અથડામણ : પ્રયાગરાજમાં ભારે તંગદિલીનો માહોલ! : સરકારી તંત્રની શાંતિ જાળવવાની કવાયત વચ્ચે બે સમુદાયો સામસામે આવતા સ્થિતિ વણસી : મુઝફ્ફરનગરમાં મહિલા પોલીસ અધિકારી દ્વારા કાંવડીયાઓની સેવાભાવી કામગીરીનો વાયરલ વિડીયો, છતાં સંઘર્ષની ઘટનાએ સર્જી ચિંતા6:02 PM IST
આમ આદમી પાર્ટીએ 'INDIA' ગઠબંધન છોડવાની કરી ઘોષણા : સંજય સિંહે કોંગ્રેસને ઠેરવી જવાબદાર, 'એકતા જાળવવામાં અને એજન્ડાને આગળ વધારવામાં ગઠબંધન નિષ્ફળ' રહ્યાનો આક્ષેપ! : ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો મુકાબલો કરવા જુલાઈ ૨૦૨૩માં રચાયેલું INDIA ગઠબંધન AAPના બહાર નીકળવાથી નબળું પડ્યું : સંજય સિંહના મતે કોંગ્રેસ ૨૦૨૪ પછી વિપક્ષને એકજુટ રાખી શકી નહીં : કોંગ્રેસે AAP પર 'ડબલ ગેમ' રમવાનો કર્યો વળતો પ્રહાર!5:51 PM IST
અમેરિકાનાં લોસ એન્જલસમાં ભયાનક અકસ્માત : બેકાબૂ વાહન ભીડમાં ઘૂસતા ૨૦થી વધુ લોકોને કચડ્યા, ૮ની હાલત ગંભીર! :જુઓ વિડીયો : ઇસ્ટ હોલીવુડના સેન્ટા મોનિકા બુલવર્ડ પર શનિવારે વહેલી સવારે બનેલી દર્દનાક ઘટના : વાહન અતિ ઝડપે હોવાનું બહાર આવ્યું : ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા દુર્ઘટના પાછળ ષડયંત્ર કે માત્ર અકસ્માત તે અંગે સઘન તપાસ શરૂ : ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા5:27 PM IST
જેના વિરુદ્ધ ખેડૂતોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે તે પંજાબની આમ આદમી પાર્ટી સરકારની નવી ભૂમિ સંપાદન નીતિમાં શું જોગવાઈઓ છે ? : આ નીતિનો મુખ્ય ઉદ્દેશ શહેરી વિકાસને વેગ આપવા, વેરવિખેર જમીનના ટુકડાઓને એકીકૃત કરવા અને જમીનમાલિકોને વિકાસ પ્રક્રિયામાં ભાગીદાર બનાવી તેમને વિકાસનો લાભ પહોંચાડવાનો હોવાનો દાવો કરાય છે : આ નીતિનો અમલ શરૂઆતમાં ૨૭ શહેરો અને નગરોમાં કરવામાં આવશે: જોકે, આ નીતિ ખેડૂતોના વિરોધનો સામનો કરી રહી છે: ખેડૂતો તેને તેમની ફળદ્રુપ જમીનો છીનવી લેવાની અને કોર્પોરેટને સોંપવાના "ષડયંત્ર" તરીકે જુએ છે11:28 AM IST
રિલાયન્સ રિટેલ દ્વારા વિશ્વ વિખ્યાત અને એક સદી જૂની બ્રાન્ડ કેલ્વિનેટરનું હસ્તાંતરણ : ભારતના કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ માર્કેટમાં નવા યુગનો પ્રારંભ : ટેકનોલોજીને સુલભ, સાર્થક અને ભવિષ્ય માટે તૈયાર બનાવીને દરેક ભારતીયની વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતોને પરિપૂર્ણ કરવી એ જ અમારૂં હંમેશનું લક્ષ્ય રહ્યું છે : ઈશા એમ. અંબાણી11:24 AM IST
પત્ની અપંગ પતિને પીઠ પર બેસાડીને ૧૫૦ કિમીની કાવડ યાત્રા કરે છે : ‘ચાલ, હું તને ગંગા નદીમાં સ્નાન કરાવું...' : પત્નીની આ ભક્તિ અને બલિદાન જોઈને, બધા તેના વખાણ કરી રહ્યા છે. લોકો હાથ જોડીને નમસ્કાર કરી રહ્યા છે. આ વાર્તા ફક્ત એક યાત્રા વિશે નથી પરંતુ પતિ-પત્નીના સંબંધમાં સમર્પણ, પ્રેમ અને સેવાનું એક અનોખું ઉદાહરણ છે9:50 AM IST
પિતાની સંપત્તિમાંથી માત્ર ૨૫૦ પાઉન્ડ જ મળતા બહેન પર કેસ કર્યો : યુકેમાં એક ગુજરાતી પિતાના મૃત્યુ બાદ તેમના વિલમાં બધી સંપત્તિ મોટી દીકરીને આપી દેવાઈ હોવાનું સામે આવતા નાની દીકરીએ વિલને કોર્ટમાં પડકાર્યું : વિલ મુજબ મોટી દીકરીને ૬,૦૦,૦૦૦ પાઉન્ડની સંપત્તિ મળી છે, જ્યારે નાની દીકરી અને મોટાભાઈને માત્ર ૨૫૦ પાઉન્ડની કેશ ગિફટ જ આપવામાં આવી છે9:50 AM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે9:27 AM IST
જે કોઈ મરાઠીને નુકસાન પહોંચાડશે કે અપમાન કરશે તો સહન નહીં કરીએ :ભાષા વિવાદ પર રાજ ઠાકરેની ધમકી : મનસે વડા રાજ ઠાકરેએ હિન્દીને ફરજિયાત બનાવવાના રાજ્ય સરકારના નિર્ણયની સખત નિંદા કરી અને ચેતવણી આપી કે આ મહારાષ્ટ્રની ઓળખ માટે ખતરો છે:તેમણે કહ્યું કે મરાઠી ભાષાનું અપમાન સહન કરવામાં આવશે નહીં અને સરકારના આ પગલાનો રાજ્યભરમાં વિરોધ કરાશે10:03 PM IST
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા જેવી સ્થિતિ: ઉદ્ધવ ઠાકરેના ફડણવીસ સરકાર પર આકરા પ્રહાર : શિવસેના (ઉદ્ધવ જૂથ) ના વડા ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભામાં થયેલી હિંસક ઘટનાઓ અંગે રાજ્ય સરકારની કડક નિંદા કરી: તેમણે વિધાનસભા પરિસરમાં થતી ગુંડાગીરીને રાજ્યની પ્રતિષ્ઠા માટે ખતરો ગણાવ્યો અને કહ્યું કે રાજ્યમાં સ્થિતિ રાષ્ટ્રપતિ શાસન લાદવા જેવી છે10:18 PM IST
જસ્ટિસ વર્મા સામે મહાભિયોગનો માર્ગ મોકળો :બધા પક્ષો સંમત:કિરેન રિજિજુએ કહ્યું- કોઈ રાજકારણ ન હોવું જોઈએ : કેન્દ્ર સરકાર જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે તમામ પક્ષો સાથે સંકલન: સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે તેઓ તમામ પક્ષોના નેતાઓ સાથે વાત કરી રહ્યા છે જેથી સંસદનો સર્વસંમતિથી વલણ અપનાવી શકાય: કોંગ્રેસે પણ કહ્યું છે કે તે આ પ્રસ્તાવને સમર્થન આપશે.11:05 PM IST
ચીને લગાવી પાકિસ્તાનને લપડાક :TRF પરના પ્રતિબંધનું સમર્થન કર્યું:કહ્યું તમામ પ્રકારના આતંકવાદનો વિરોધ કરે છે : ચીને પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી અને આતંકવાદ સામેની તેની કડક નીતિનો પુનરોચ્ચાર કર્યો:ચીને લશ્કર-એ-તૈયબાના સહયોગી સંગઠન, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરવાના અમેરિકાના નિર્ણયને પણ સમર્થન આપ્યું અને આતંકવાદ વિરોધી સહયોગ વધારવા હાકલ કરી11:15 PM IST
દિલ્હીની સરકારી શાળામાં ટાંકીમાં પાણી તપાસવા ગયેલ ગાર્ડનું ડૂબી જવાથી મોત:પોલીસ તપાસ શરૂ : દિલ્હીના ઇન્દ્રલોક વિસ્તારમાં સરકારી સર્વોદય કન્યા વિદ્યાલયમાં પાણીની ટાંકી તપાસવા ગયેલા સ્કૂલ ગાર્ડ ધર્મેન્દ્રનું ટાંકીમાં પડી જવાથી મૃત્યુ:મૃતક શાસ્ત્રીનગરના રહેવાસી હતા અને તેમના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો છે.11:24 PM IST
સુપ્રીમ કોર્ટે હાલ અદાલતોને NIA સ્પેશિયલ કોર્ટ તરીકે નામ આપવા બદલ કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારની ઝાટકણી કાઢી : કોર્ટે કહ્યું કે આનાથી અન્ય કેસોમાં વિલંબ થશે અને ન્યાયમાં વિલંબ થશે. સરકારે NIA, MCOCA, UAPA જેવા ખાસ કાયદાઓ માટે અલગ ખાસ કોર્ટ બનાવવી જોઈએ: કોર્ટે માળખાગત સુવિધાઓ અને વધારાના ન્યાયાધીશોની નિમણૂક પર પણ ભાર મૂક્યો12:37 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાઅમદાવાદ એરપોર્ટ પર મોટી કાર્યવાહી : શારજાહથી આવેલી મહિલા પાસેથી ₹૪૫ લાખ રોકડ અને કરોડોના ઈલેક્ટ્રોનિક્સ જપ્ત : દાણચોરીનો પર્દાફાશ! : એરપોર્ટ ઇન્ટેલિજન્સ યુનિટની સતર્કતાથી દાણચોરીનો મોટો જથ્થો પકડાયો : કોઈ ડિકલેરેશન નહીં : સુઆયોજિત રેકેટની શંકા સાથે તપાસનો ધમધમાટ શરૂ : ઉલ્હાસનગરની મહિલાની ધરપકડ10:55 PM IST
રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી મેઘમહેર : ૬ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર : NDRF અને SDRFની ટુકડીઓ તૈનાત : આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરવા રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ! : ઉત્તર ગુજરાત પર મેઘરાજાનું હેત, બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં ધોધમાર વરસાદ : ૧૪,૪૯૦ પ્રભાવિત ગામોમાં વીજ પુરવઠો યુદ્ધના ધોરણે પૂર્વવત કરાયો : ભારે વરસાદ છતાં GSRTCની એક પણ બસ સેવા રદ નહીં : માછીમારોને ૨૨ જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના6:00 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન-GRITની નવનિર્મિત કચેરીનું ઉદઘાટન-વેબસાઈટ તથા ડિજિટલ ડેશબોર્ડના લોન્ચિંગ : રાજ્યની વિકાસ વ્યૂહરચનાઓના નેતૃત્વ માટેની થીંક ટેન્ક તરીકે ‘‘ગ્રીટ’’ની કાર્યપદ્ધતિથી વિકસિત ભારત@2047 માટે ગુજરાત લીડ લેશે : ભૂપેન્દ્રભાઈ પટેલ :મુખ્ય સચિવ પંકજ જોશી અને વરિષ્ઠ સચિવોની પ્રેરક ઉપસ્થિતિ 3:40 PM IST
ઘરેથી લનિઁગ લાયસન્સ ટેસ્ટ માટે પાસ થવાનો દર ૯૦% સુધી વધ્યો : અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવા શહેરી કેન્દ્રોનો સફળતા દર ૯૦% થી વધુ નોંધાયો હતો, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આશરે ૮૫% સફળતા દર પ્રાપ્ત થયો : ૭ જુલાઈથી અમલમાં મુકાયેલી આ નવી સિસ્ટમ શીખનારાઓ માટે તેમના ઘર કે ઓફિસમાં આરામથી ડ્રાઇવિંગ ટેસ્ટની સુવિધા આપે છે 9:56 AM IST
આજે દેવભૂમિ દ્વારકાના કાર્યદક્ષ એસપી નિતેશ પાંડેનો જન્મ દિવસ... : જામનગર જિલ્લાની વિશેષ પરિસ્થિત બાદ પવિત્ર ભૂમિ પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં સિંહફાળો આપનાર લોકપ્રિય ips પર અભિનદન વર્ષે છે અપરંપાર : યુવા પેઢીને નશાની ગર્તામાં ધકેલાતી અટકાવવા નશાકારક ફેક્ટરીના ઉત્પાદન સુધી પહોંચનાર આ અધિકારીના નેતૃત્વમાં પદયાત્રીઓની પુત્ર પણ ન કરે તેવી સેવા દ્વારા સુવાસ ફેલાવેલ11:39 AM IST
પુત્રની સાથે જેલ કેદી પિતાએ બોર્ડની પરીક્ષા સાથે આપી, બન્ને પાસ થયા....પ્રેરણાદાયક ઘટના : જેલ મુકત કેદીઓ માટે પ્રિઝનર એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ જાહેર. ગુજરાતની જેલોની અદભુત કાયાપલટમાં ડો.કે. એલ. એન.રાવ, અશ્વિન ચૌહાણ અને એસપી નિધિ ઠાકુર અને ટીમ માફક જાણીતા શિક્ષણવિદ ડીન ડો.ઇન્દુ રાવની જહેમત પણ કાબિલેદાદ છે . : જયારે કેદીઓ દ્વારા વ્યસનમુક્ત થવા લોકોને અસરકારક નાટકોના માધ્યમથી અપીલ કરી એક નવો અને અદભૂત પ્રયોગ, .સહુ મંત્રમુગ્ધ1:32 PM IST
મેરિટાઈમ સેક્ટરમાં અપાર અવસરો: ભારત મેરિટાઈમ સેક્ટરમાં ખૂબ ઝડપથી અગ્રણી ટેલેન્ટપૂલ સપ્લાયર બનવા તરફ આગળ વધ્યું:મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરદર્શીપૂર્ણ આયોજનથી કાર્યરત થયેલી ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ સંપન્ન: 13 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ સહિત 250ને ડિગ્રી એનાયત : યુવાઓને રાષ્ટ્ર હિત સાથે આપણી સામુદ્રિક વિરાસતની પ્રતિષ્ઠાના સંવર્ધન-સંરક્ષણ માટે કર્તવ્યરત રહેવા મુખ્યમંત્રીનું આહવાન9:28 PM IST
ગુજરાતમાં મેઘરાજાની ફરી તોફાની બેટિંગ : સવારે ૬થી સાંજે ૬ વાગ્યા સુધીમાં કુલ ૨૬ જિલ્લાના ૧૨૮ તાલુકામાં વરસાદ : ઉત્તર ગુજરાતમાં ધોધમાર! : બનાસકાંઠાના દાંતામાં સર્વોચ્ચ ૪.૧૭ ઇંચ વરસાદ : લાખાણીમાં ૨.૭૬ ઇંચ, અમીરગઢમાં ૨.૬૮ ઇંચ, પાલનપુરમાં ૨.૫૬ ઇંચ, ડીસામાં ૨.૨૮ ઇંચ, ધોરાજીમાં ૧.૯૭ ઇંચ, કલ્યાણપુરમાં ૧.૬૯ ઇંચ અને ઉપલેટામાં ૧.૪૬ ઇંચ સાથે મેઘમહેર!6:32 PM IST
મેડિકલમાં પ્રવેશ માટે શ્રેષ્ઠ તક, NEETમાં ૩૫૦ માર્કસ સુધી ‘કટ ઓફ' નીચું જવાની શક્યતા : રાજ્યની મેડિકલ-ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ માટે પીન વિતરણની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી : - નીટનું પરિણામ અઘરું આવવાના કારણે ૨૧ હજાર વિદ્યાર્થીઓ ઓછા પાસ થયા, રાજ્યમાં પણ ૭ હજાર વિદ્યાર્થીઓ ઘટ્યા - નીટમાં ૭૨૦માંથી ૭૨૦ માર્કસ એકપણ વિદ્યાર્થીને મળ્યા નથી, પ્રથમ આવનાર વિદ્યાર્થી ૬૮૬ માર્કસ9:55 AM IST
કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનના અનેક વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી : ગુજરાતમાં મોસમનો સરેરાશ ૫૧.૩૭ ટકા વરસાદ : કોઈપણ કટોકટીને પહોંચી વળવા NDRFની ૧૨ અને SDRFની ૨૦ ટુકડીઓ વિવિધ જિલ્લામાં તૈનાત :રાજ્યના માછીમારોને તા. ૨૨ જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના :ચોમાસા દરમિયાન GSRTCની એક પણ બસનો રૂટ કે ટ્રીપ બંધ કરાઈ નથી1:12 PM IST
આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ -૨૦૨૫ : ચેસની રમતમાં ગુજરાતે અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય કક્ષાએ ૧૭ જેટલા સુવર્ણ,રજત અને કાસ્ય પદક હાંસલ કર્યા : ગુજરાતમાં ચેસની રમતમાં બે ગ્રાન્ડ માસ્ટર,ત્રણ ઇન્ટરનેશનલ માસ્ટર, બે મહિલા ઇન્ટરનેશનલ માસ્ટર,ચાર ફિડે માસ્ટર અને એક મહિલા ઇન્ટરનેશનલ માસ્ટર : ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં આજે શાળા કક્ષાએથી જ ચેસ સહિતની અન્ય રમતો માટે ખેલાડીઓમાં જાગૃતિ 1:18 PM IST
શ્રીમદ્ રાજચંદ્ર સેવા ગ્રુપને એવોર્ડ2:03 PM IST
રાજકોટ-મુંબઈ હવાઈ યાત્રાને ઝટકો : એર ઈન્ડિયાની સવારની દૈનિક ફ્લાઈટ ઓગસ્ટ માસ સુધી સ્થગિત : યાત્રીઓની મુશ્કેલીમાં વધારો! : અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ બાદ એરક્રાફ્ટ નિરીક્ષણ અને ઓછા મુસાફરોને કારણે નિર્ણય : સપ્ટેમ્બરથી સેવા પૂર્વવત્ થવાની શક્યતા : મુંબઈ માટે હવે ઇન્ડિગો એકમાત્ર સવારનો વિકલ્પ : તહેવારોમાં ટિકિટની તંગી અને ભાડા વધારાનો ભય!11:11 PM IST
રાજકોટમાં મોડી સાંજે રામપીર ચોકડી પાસે મોટી દુર્ઘટના ટળી : આઠમા માળે લિફ્ટ ફસાઈ : ફાયર બ્રિગેડે ૭ લોકોને હેમખેમ બચાવ્યા! : ગંગોત્રી પાર્ક એપાર્ટમેન્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા બાળક સહિત પાંચ મહિલાઓ અને એક પુરુષ લિફ્ટમાં ફસાયા : ફાયર વિભાગે હાઈડ્રોલિક સ્પેડર કટરનો ઉપયોગ કરી સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું11:16 PM IST
રસ્તાઓની હાલત બદતરઃ વિપક્ષ પાટા-પીંડી સાથે બોર્ડમાં પહોંચ્યુ! હાંકી કઢાયા : મનપાના જનરલ બોર્ડમાં ‘ખાડારાજ' સામે કોંગ્રેસ આક્રમક : અધિકારીઓની ઢાલ બનતા શાસકોઃ ખાડાઓ કયાંય છે નહિ, રાત-દિવસ કામગીરી સહિતના મુદાઓની ભાજપના સભ્યોની ટીપ્પણીઓઃ ફરી બોર્ડ વાહ-વાહમાં પૂર્ણઃ રસ્તા પ્રશ્નની ચર્ચા અભેરાઇયે2:21 PM IST
બોર્ડમાં ભાજપના પાંચસભ્યો ગેરહાજર 3:25 PM IST
ફરિયાદ-સંકલન બેઠકમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના પ્લોટ-મોરબી રોડ પાસેનો સર્વીસ રોડ-વીજ પૂરવઠો-અશાંતધારાના પ્રશ્નો ઉખળ્યા : દરેક વિભાગ નાગરિકોના કલ્યાણને કેન્દ્રમાં રાખી કામગીરી કરેઃ કલેકટરનો નિર્દેશ : જર્જરીત સરકારી-ખાનગી મકાનોની સત્વરે તપાસ કરોઃ ઉપલેટા-ધોરાજી પંથકના જર્જરીત બ્રીજ-ડાયવર્ઝન પ્રશ્ન પણ ઉભો થયો3:28 PM IST
ચંદ્રેશનગર ચોકમાં ફાકી ખાઇ પૈસા ન દીધાઃ સોડા બોટલોના ઘા કરી દૂકાન બંધ કરી દેવાની ધમકી : પહેલા દિવસે એક શખ્સ ફાકી ખાઇ જતો રહ્યો, બીજા દિવસે બીજાને સાથે લાવી ધમાલ મચાવીઃ મવડી રોડની દૂકાને જઇને પણ ધમકી આપીઃ માલવીયાનગર પોલીસે શક્તિસિંહ અને ધનરાજસિંહને સકંજામાં લીધા : મોમાઇ પાનવાળા નાગજીભાઇ મુંધવાની ફરિયાદઃ બોટલોના ઘાથી તેને અને ચાવાળાને ઇજા2:35 PM IST
નહેરૂનગરમાં મકાન ખાલી કરાવવા આતંક મચાવનાર ટોળકીના ૩ શખ્સોએ હાથ જોડી લોકોની માફી માંગી : ક્રાઇમ બ્રાંચે ગઇકાલે ભોમેશ્વરવાડીના અહેમદ સાંધ, યુસુફ ઉર્ફ ઇશો સાંધ અને પોપટપરાના ફારૂક શેખને ઝડપી લઇ આકરી કાર્યવાહી કરી : ગાંધીગ્રામ પીઆઇ એસ. આર. મેઘાણી અને ડી. સ્ટાફ ટીમે ઘટના સ્થળે લઇ જઇ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું: કાર્યવાહી જોવા લોકોના ટોળા ઉમટયા3:13 PM IST
પદ્માસન-શીર્ષાસનમાં શ્રી બીડલાદાસ બાપુની સિધ્ધિઓનું કાલે સન્માન : રાજકોટની હોટલ ગ્રાન્ડ રીજન્સીમાં સમારોહ : મુળ પંજાબના અને હાલ ગીરનાર તળેટીમાં શ્રી પ્રગટેશ્વર મહાદેવની જગ્યામાં સ્થાન જમાવનાર શ્રી બીડલાદાસબાપુ સિધ્ધ યોગી શ્રી બનારસદાસ બાપુના શીષ્ય છે : પદ્માસનમાં ૩ કલાક અને શીર્ષાસન સાથે પદ્માસનમાં ૧ કલાક રહીને વિશ્વભરનું ધ્યાન ખેંચ્યુ : જીનીયસ અચીવર્સ સહીત અનેક એવોર્ડ હાંસલ કર્યા છે2:25 PM IST
મિત્રોની વ્યાજખોરોથી ત્રાસી રીયાઝ ખલીફાએ જામનગર છોડયું: રાજકોટમાં પણ હેરાનગતિ થતાં ફિનાઇલ પીધું : વાહન લે-વેંચનો ધંધો મિત્ર સાથે ભાગીદારીમાં ચાલુ કર્યોઃ દસ લાખની ખોટ જતાં એક મિત્રએ વીસ લાખ માંગ્યાઃ બીજા બે મિત્રો પણ હેરાન કરતાં હતાં: આ ત્રણયે વતી ચોથો શખ્સ સતત ઉઘરાણી કરતો : ગાંધીગ્રામ પોલીસે નહેરૂનગરમાં રહેતાં યુવાનની ફરિયાદ પરથી જામનગરના જગદીશ, જયરાજ, પાર્થ અને ઇમરાન સામે ગુનો નોંધ્યો1:31 PM IST
પ્રદેશ ભાજપના મહામંત્રી રત્નાકરજીએ કચ્છના સરહદી વિસ્તારના વૃજવાણી ગામની મુલાકાત લીધી : ગ્રામ્ય સંગઠન મજબૂત બનાવવા કાર્યકરોને હાકલ કરી! : રાપર વિધાનસભા વિસ્તાર અને ભચાઉ તાલુકાના સરહદી ગામોમાં 'ઓપરેશન સિંદૂર' હેઠળ બનેલી સમિતિઓને સક્રિય કરવા પર ભાર : ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા10:14 PM IST
ગોંડલના વોરાકોટડા ગામની સીમમાંથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે ૭ જુગારીઓને ₹૩૩.૧૪ લાખથી વધુના મુદ્દામાલ સાથે દબોચ્યા! : રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિમકરસીંહની કડક સૂચના હેઠળ LCBની સપાટો બોલાવતી કાર્યવાહી : વાહન, રોકડ અને મોબાઈલ ફોન સહિતનો જંગી મુદ્દામાલ કબજે : કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ10:05 PM IST
ભાવનગરના શાસ્ત્રીય સંગીતની ઘરોહરના આભૂષણો પૈકીના રસિકભાઇ અંધારિયાની આજે પુણ્યતિથિ : કિરાના ઘરાનાની ગાયકીનું દેશનું આભૂષણ અને સંગીતના સૂરમણિ હતા : ૧૩ ઓક્ટોબર ૧૯૩૧ના ભાવનગરમાં જન્મેલા રસિકભાઇએ તેની ૬૦ વર્ષની સાંગીતિક કારકિર્દીમાં અઢળક એવોર્ડઝ અને બહુમાનો પ્રાપ્ત કર્યા હતા : HMV એ રસિકભાઇની બે LP રેકોર્ડ બહાર પાડી છે. એકમાં તેમણે રાગ લલિત અને ગોરખ કલ્યાણ અને બીજા ભાગમાં રાગ મારવા અને દરબારી રજૂ કર્યા છે9:29 AM IST
જૂનાગઢ જિલ્લાના નવનિયુક્ત પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા જૂનાગઢમાં મોડી રાત સુધી પોલીસનું કોમ્બિંગ, પેટ્રોલિંગ, ચેકિંગ : અસામાજિક તત્વોમાં ફફડાટ : શહેરમાં ચા ની લારીઓ, હોટેલ, અને પાનના ગલ્લા ઉપર અમુક અસામાજિક તત્વો મોડી રાત સુધી બેસી રહેતા હોય સારા પરિવારના સભ્યો કોઇપણ ડર વગર ફરી શકે તેવા હેતુથી ફરિયાદ મળતા રાતે ચેકિંગ કરાયું : પોલીસ વડા સુબોધ ઓડેદરા1:45 PM IST
જૂનાગઢ જીલ્લાનું ગોરવ 12:01 PM IST
મોરબીમાં જે સિરામિક એકમોમાં પૈસા ફસાયા છે તેને માલ સપ્લાય બંધ કરાશે તેની સામે કેસ કરાશે : મોરબી રો-મટિરિયલ્સ એસો.નો નિર્ણય. : સમયસર પેમેન્ટ ન આપતા એકમોને માલની સપ્લાય બંધ કરાશે, હવેથી પેમેન્ટ ટર્મ ફિક્સ કરીને જ માલનું વેચાણ કરવામાં આવશે : 350 સભ્યોની હાજરીમાં એસો.એ લીધા ત્રણ મહત્વના નિર્ણયો.11:23 PM IST
ગાંધીધામના આંગડિયા પેઢીના માલિકના અપહરણ કેસનો ભેદ ઉકેલાયો : મોરબીનો હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા ઝાલા માસ્ટર માઈન્ડ : રાજસ્થાનની કુખ્યાત ગેંગની સંડોવણી! : પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનાનો પર્દાફાશ કર્યો : રાજસ્થાનનો એક આરોપી ઝડપાયો: અપહરણનો મુખ્ય હેતુ ખંડણી હતો કે અન્ય કારણો, તે અંગેની પોલીસ તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા10:08 PM IST
જુનાગઢના 100થી વધુ કર્મચારીઓને છૂટા કરી રોજીરોટી વિહીન કરતા કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરવા જતા AAP મહિલા પ્રદેશ પ્રમુખ રેશ્મા પટેલની પોલીસે કરી અટકાયત : ઈવનગરમાં શ્રમિકો માટે રેશ્મા પટેલની રજૂઆત: રોજગાર છીનવવાના વિરોધમાં મહિલાઓ સાથે કરી રજૂઆત: કોન્ટ્રાક્ટ પધ્ધતિ અમલમાં મૂકી અનેક ગરીબ શ્રમિકની રોજી રોટી છીનવી:જો ન્યાય આપવામાં નહીં આવે તો અમે શ્રમિકોના હક માટે ગાંધીચિંધ્યા માર્ગે અવાજ ઉઠાવીશું: રેશ્મા પટેલ 8:02 PM IST
જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે ૭૦ કરોડથી વધુ રકમના વિકાસકાર્યોને બોર્ડ ઓફ મેનેજમેન્ટની મંજૂરીઃ કુલપતિ પ્રો. (ડો.) પ્રતાપસિંહ ચૌહાણે અત્યાધુનિક શૈક્ષણિક સુવિધાઓમાં વધારો થવાની કરી ઘોષણા! : યુનિવર્સિટી ભવનમાં રેર્કોડિંગ સ્ટુડિયો, અતિથિ ભવન, કોમ્પ્યુટર લેબ સહિત રૂા.૧૨.૯૭ કરોડના કાર્યોને મંજૂરીઃ રૂા. ૯.૮૪ કરોડના ખર્ચે સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વાઇલ્ડ લાઇફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝ ભવન, તેમજ રૂા. ૪૮ કરોડથી વધુના ખર્ચે કમ્પાઉન્ડ વોલ અને વહીવટીભવનના ફર્નિચર સહિત અનેક વિકાસ કાર્યોને બહાલીઃ મહર્ષિ વેદ વ્યાસ અને ડો. બાબાસાહેબ આંબેડકર ચેરની સ્થાપનાને પણ લીલીઝંડી10:36 AM IST
મોટી પાનેલી સહકારી મંડળીએ સહકારી ક્ષેત્રમાં રચ્યો ઇતિહાસઃ સ્થાપનાકાળથી સૌથી વધુ રૂા.૨૫ લાખનો જંગી નફો નોંધાવ્યોઃ ખેડૂત સભાસદોને ૧૫% ડિવિડન્ડની ઐતિહાસિક જાહેરાત! : વર્ષ ૧૯૫૬માં સ્થપાયેલી મંડળીએ ૨૦૨૪-૨૫માં વિક્રમી નફો મેળવી નવો રેકોર્ડ બનાવ્યોઃ ધોરાજી - ઉપલેટાના ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલીયા સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં ખેડૂત સભાસદોની ઉપસ્થિતિમાં ઉજવણીઃ પારદર્શક વહીવટ સાથે ભવિષ્યમાં વધુ ઊંચાઈઓ સર કરવાનો પ્રમુખ વિરેનભાઈ ફળદુ અને કારોબારીનો સંકલ્પ10:36 AM IST
વિહંગમ યોગ સંત સમાજનો ૧૦૨મો વાર્ષિકોત્સવ આ વર્ષે‘‘સમર્પણ દીપ આધ્યાત્મ મહોત્સવ'' ના રૂપમાં ઉજવાશે : જામનગરમાં સંસ્થાના મહંતનુ આગમન : સંત પ્રવર વિજ્ઞાન દેવજી મહારાજ પુનિત સંકલ્પની સાથે જામનગરમાં : સંત પ્રવરની સંગીતમય ‘‘જય સ્વર્વેદ કથા'' હૃદયમાં સ્વર્વેદનું વિમલ જ્ઞાન સરળ શબ્દોમાં પ્રવાહિત કરાયું હતું એમના સાંનિધ્યમાં વિહંગમ યોગ-સાધના દ્વારા સહજમાં દિવ્ય અનુભવોની પ્રાપ્ત કરવા જામનગરના શ્રેષ્ઠીઓ અને અનુયાયીઓ જોડાયા12:54 PM IST
મુંબઈમાં દિવાળી પહેલા દિવ્યાંકા ત્રિપાઠીના નિવાસસ્થાને સર્જાયો ભીષણ આગનો અકસ્માત, પરિવાર અને બાળકોનો આબાદ બચાવ પરંતુ વફાદાર સુરક્ષા રક્ષક ધનપતના દુઃખદ અવસાનથી અભિનેત્રી અને વિવેક દહિયા ભારે શોકમાં ડૂબ્યા : દિવાળીની આગલી રાત્રે મુંબઈની રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં ફાટી નીકળેલી ભયાનક આગમાંથી દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનો પરિવાર સુરક્ષિત બહાર નીકળ્યો, પરંતુ સુરક્ષા રક્ષક ધનપતના નિધન પર અભિનેત્રીએ એક અત્યંત ભાવુક નોટ લખીને શ્રદ્ધાંજલિ પાઠવી.2:33 PM IST
ઉનાના અખબારી એજન્ટ હરેશભાઇ દવેનો જન્મદિન10:36 AM IST
૬ વખત ધારાસભ્ય બનેલા પંકજ દેસાઇનો જન્મદિન11:33 AM IST


























































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી






















































































































































































































