News of Monday, 13th January 2025
લેટરકાંડ મુદ્દે યુવતી પાયલ ગોટી રાજયના પોલીસ વડા વિકાસ સહાયને મળવા પહોંચ્યા : તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલના નિર્લિપ્ત રાયની આગેવાનીમાં કરાશે
કોંગ્રેસના મહિલા અગ્રણી જેનીબેન ઠુંમર અને એડવોકેટ આનંદ યાજ્ઞીક સહિતના ઉપસ્થિત

રાજકોટઃ અમરેલીના લેટરકાંડ મુદ્દે યુવતી પાયલ ગોટી આજે બપોરે રાજયના પોલીસ વડા વિકાસ સહાયને મળવા પહોંચ્યા છે. તેમની સાથે કોંગ્રેસ મહિલા અગ્રણી જેનીબેન ઠુંમર, એડવોકેટ આનંદ યાજ્ઞીક સહીતના સાથે રહયા છે. આ કેસની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલના નિર્લિપ્ત રાયની આગેવાનીમાં હાથ ધરવામાં આવશે.
અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો મેદાને ઉતર્યા છે. આજે પરેશ ધાનાણી, પ્રભાત દુધાત સહિતના નેતાઓએ સુરતના માનગઢ ચોકમાં પરેશ ધાનાણી સહિતના કોગ્રેંસ કાર્યકરો ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજે તે પહેલાં અટકાયત કરી લેવામાં આવી છે. ત્યારે લેટરકાંડ કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી છે. આ સમગ્ર કેસની તપાસ નિર્લિપ્ત રાય કરશે.
ઉલ્લેખનીય છે ફરજમાં બેદરકારી બદલ લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં કિશન આસોદરીયા, વરજાંગ મૂળયાસીયા અને મહિલા પોલીસ કર્મી હિનાબેન મેવાડાને સસ્પેન્ડ કરાયા છે. આ કાર્યવાહી અમરેલી જિલ્લા પોલીસ વડા (લ્ભ્) સંજય ખરાતેએ કરી છે.
ગુજરાતના અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાના મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે કેસમાં પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક યુવતી સહિત ૪ કાર્યકરોની ધરપકડ કરી હતી. પરંતુ વિવાદ ત્યારે વકર્યો જ્યારે પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઇપિસ્ટનું કામ કરતી પાટીદારની યુવતીનું સરઘસ કાઢયું. જેમાં રાજ્યના નેતાઓથી લઈને પાટીદાર સમાજના અગ્રણીઓએ પાયલ ગોટીના સમર્થનમાં આવી ધરણાથી માંડી વિરોધ પ્રદર્શન દ્વારા ન્યાયની માગ કરી હતી.
પાયલ ગોટીના આક્ષેપો બાદ લ્ત્વ્ની કરાઈ હતી રચના
અમરેલીના લેટરકાંડ મામલે પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે પાયલ ગોટી જેલથી બહાર આવી ત્યારે તેણે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં પાયલે કહ્યું હતું કે, તેને પોલીસ દ્વારા પટ્ટા મારવામાં આવ્યા હતા. ત્યારે પાયલ ગોટીના પોલીસ સામેના આક્ષેપોને લઈને લ્ત્વ્(સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ)ની રચના કરવામાં આવી હતી. જેમાં ઝક્કતષ્ટ એ.જી.ગોહિલ, મહિલા ભ્.ત્. આઇ.જે. ગીડા, મહિલા ભ્લ્ત્ એચ.જે.બરવાડીયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારાના કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર અને પાટીદાર દીકરી સહિત ૪ની ધરપકડ કરી હતી. જો કે, અધરપકડ કરાયેલી પાટીદાર યુવતીને ૩ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ જામીન મળ્યા હતા અને જેલ મુક્ત થઈ હતી.(
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
