News of Monday, 13th January 2025
વડોદરામાં માલિકના નામનું વ્હોટસએપમા ફેક એકાઉન્ટ બનાવી ગઠિયાએ રુપિયા 69 લાખ ટ્રાન્સફર કરાવ્યા
વડોદરા સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સીસની મદદથી તપાસ કરતા આરોપીઓની વિગત ગાંધીનગર ખાતેની મળી :ગાંધીનગરમાં ટીમ દ્વારા તપાસ કરતાં અમદાવાદના દર્શીલ પરેશભાઈ શાહની ધરપકડ કરી

વડોદરા :સાયબર ક્રાઇમ સંબંધિત ફેક વોટ્સએપ આઈડી બનાવી તે વ્હોટ્સએપની પ્રોફાઈલમાં ફરીયાદીના લગતા વળગતા વ્યક્તિનો ફોટો મુકી ફરિયાદીનો વિશ્વાસ કેળવી પૈસા પડાવતા ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા સૂચના આપવામાં આવી હતી.
જેને લઈ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર દ્વારા ઉપરોક્ત બહાના હેઠળ લોકોને છેતરતા એક ભેજાબાજ શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ આપી હતી કે, ફરીયાદીને વ્હોટ્સએપમાં એક મોબાઈલ નંબરથી મેસેજ આવ્યો અને તે વ્હોટ્સએપ ની પ્રોફાઈલ જોતા તે પ્રોફાઈલમા ફરીયાદી જે કંપનીમાં કામ કરતા તે કંપનીના માલિક નો ફોટો મુકેલ છે.
તે કંપનીના માલિક ગવર્મેન્ટ અધિકારી સાથે મીટીંગમા છે અને તેમને કંપનીના નવા પ્રોજેકટ માટે પૈસાની જરૂર છે તેમ જણાવી ફરીયાદીને એક બેંક ખાતા નંબર મોકલી તે બેંક ખાતામાં રૂપિયા 69,00,000 જેટલી રકમ ખાતામાં ટ્રાન્સફર કરાવી હતી. જે બાબતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે, ભેજાબાજ આરોપીઓની તપાસ કરવા વડોદરા સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સીસની મદદથી તપાસ કરતા આરોપીઓની વિગત ગાંધીનગર ખાતેની આવતી હોય ગાંધીનગર ખાતે એક ટીમ દ્વારા તપાસ કરતાં અમદાવાદનો ઉ.વ.40 દર્શીલ પરેશભાઈ શાહની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.
(8:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
