News of Monday, 13th January 2025
અમદાવાદમાં એસ.જી. હાઈવે ઉપર આતંક મચાવનારા પાંચ ઝડપાયા
એસ. જી. હાઇવે પર આવેલા પેલેડિયમ મોલ ખાતે જાહેરમાં તલવારો વડે આતંક માચાવ્યો હતો: વાહનોમાં તોડફોડ કરેલ.

અમદાવાદમાં એસ.જી. હાઈવે ઉપર આતંક મચાવનારા પાંચ ઝડપાયા છે
એસ. જી. હાઇવે પર આવેલા પેલેડિયમ મોલ ખાતે ગત શુક્રવારે કેટલાંક લુખ્ખાઓએ જાહેરમાં તલવારો વડે આતંક માચાવ્યો હતો, વાહનોમાં તોડફોડ કરેલ હતી
આ ઘટનામાં મિહિર દેસાઈ, પ્રિન્સ જાંગીડ, જીગર ઉર્ફે જીગ્નેશ દેસાઈ, પવન ઠાકોર અને કૈલાશ દરજી નામના શખ્શોને ઝડપી પાડવામાં આવ્યા છે.
પોલીસ ફરિયાદ મુજબ, તલવાર વડે હુમલો કરનારાઓ ફોર્ચ્યુનર, ક્રેટા અને સ્કોર્પિયોમાં આવીને પેલેડિયમ મોલ પાસે ઊભા રહેલા વિજય ભરવાડ નામના શખ્સ સહિત તેના મિત્રોને નિશાનો બનાવ્યો હતો. જેમાં વિજયને ઈજા થયેલ.
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
