તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Tuesday, 14th January 2025
રાજપીપળાની વિધવા મહિલાને અંત્યોદય કાર્ડ માટે 3 મહિનાથી ધક્કાના અહેવાલ બાદ તંત્રની આંખ ઊઘડી
બીજેપી શહેર પ્રમુખ અજીતભાઈ પરીખે આ મહિલાને પુરવઠા કચેરી લાવી અધિકારી સાથે વાટાઘાટ કરતા કાર્ડ મળ્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં પુરવઠા વિભાગમાં ખાસ કરીને નાંદોદ તાલુકામાં ઘણી લાલીયાવાડી ચાલતી હોવાની બૂમ ઉઠી છે જેમાં આ વિભાગ જરૂરિયાતમંદ લોકોને ધક્કા ખવડાવતા હોવાની વારંવાર બુમ આવે છે ત્યારે હાલ માં તો એક વિધવા મહિલા ને અંત્યોદય કાર્ડ કાઢી આપવામાં ત્રણ મહિનાથી ધક્કે ચઢાવી હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા હતા જેમાં રાજપીપળા ના ટેકરા ફળિયા વિસ્તાર ના રહેતા શકુંતલાબેન શંકરભાઈ વસાવા કે જેઓ 63 વર્ષીય વિધવા અને નિસંતાન મહિલા છે છતાં આ લાચાર મહિલાને તંત્ર ત્રણેક મહિનાથી ધક્કે ચઢાવતું હતું
આ અહેવાલ બાદ જિલ્લા પુરવઠા અધિકારી વિવેક દરજીએ પણ પુરવઠા વિભાગમાં આ માટે પૂછતાછ કરી જરૂરી કામ કરવા સૂચના આપી હતી અને આ અહેવાલ રાજપીપળા શહેર બીજેપી પ્રમુખ અજીતભાઈ પરીખના ધ્યાન પર આવતાં તેમણે અમારા પ્રતિનિધિ પાસે આ મહિલાનું એડ્રેસ લઈ મહિલાને આજે સોમવારે પુરવઠા કચેરી ખાતે પોતાના વાહનમાં લાવી પુરવઠા નાયબ મામલતદાર સાથે વાતચીત કરી હતી અને નાયબ મામલતદારએ આ મહિલા ને સાંજ સુધી માં અંત્યોદય કાર્ડ મળી જશે તેવી ખાતરી આપતા મહિલાના મુખે સ્મિત જોવા મળ્યું હતું.
હવે પાર્ટીએ મને શહેર પ્રમુખ બનાવ્યો છે તો હું લોકોના કામ માં મદદરૂપ થઈશ : અજિત પરીખ
આ બાબતે રાજપીપળા શહેર પ્રમુખ અજીતભાઈ પરીખે જણાવ્યું કે આજે તો આ વિધવા બહેન ને ધક્કા ખવડાવતા પુરવઠા વિભાગની મે વિઝીટ કરી આ મહિલા ને ન્યાય અપાવ્યો છે પરંતુ ક્યારેય આવા કેસ માં કે સરકારી સહાય માટે જરૂરી દાખલા કે અન્ય દસ્તાવેજો કે જે નિયમોનુસાર હોય તે માટે તંત્રના કોઈપણ અધિકારી ધક્કા ખવડાવે કે હેરાન કરે તો હું હંમેશા આવા લોકોની પડખે છું અને તેમના અટકેલા કામ હું પુરા કરીશ.સરકાર અનેક યોજનાઓ મૂકે છે પરંતુ તેમાં કેટલાક અધિકારી કે કર્મચારીઓની મનમાની કે ધક્કા ખવડાવવાની નીતિ ના કારણે લોકો સહાય થી વંચિત રહી જાય છે માટે હવે હું આ માટે સતત કાર્યશીલ રહીશ તેમ અજિત પરીખે જણાવ્યું હતું
(12:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
