News of Tuesday, 14th January 2025
અમદાવાદના મિરઝાપુરમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી : ચાર વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને માર માર્યો
માર મારનાર વિદ્યાર્થીના સંબંધીએ પોલીસ સ્ટેશન બહાર હોબાળો કર્યો:વકીલ અને સ્થાનિકો સાથે માથાકૂટ કરનારને પોલીસે અટકમાં લીધો

અમદાવાના મિરઝાપુરમાં આવેલ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો બનાવ બન્યો છે. 4 વિદ્યાર્થીઓએ મળી એક વિદ્યાર્થીને માર માર્યો છે. મારામારીની ઘટના બાદ મામલો શાહપુર પોલીસ સ્ટેશન પહોચ્યો છે. માર મારનાર વિદ્યાર્થીના સંબંધીએ પોલીસ સ્ટેશન બહાર હોબાળો કર્યો હતો. વકીલ અને સ્થાનિકો સાથે માથાકૂટ કરનારને પોલીસે અટકમાં લીધો છે.
બંને જૂથના લોકો પોલીસ સ્ટેશન આમને સામને આવ્યા હતા. પોલીસે તમામ લોકોને વિખેરી મામલો થાળે પાડ્યો છે. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
(12:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
