News of Tuesday, 14th January 2025
બોરસદમાં પતંગ ચગાવવા જેવી સામાન્ય બાબતમાં બે જૂથ વચ્ચે મારામારી :તલવાર લઇને લોકો રસ્તા પર ઉતરતા તણાવ
બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી અને વધુ તપાસ હાથ ધરી

બોરસદમાં પતંગ ચગાવવા જેવી સામાન્ય બાબતમાં બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. બોરસદના નારાયણનગરમાં ખેતરમાં પતંગ ચગાવતા લોકોને બહાર કાઢવામાં આવતા વિવાદ થયો હતો. કેટલાક ઇસમોએ તલવારો સાથે લોકોને ડરાવવાનો પ્રયાસ કરી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો.બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
