તા. ૨૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૫, રવિવાર
News of Wednesday, 15th January 2025
દાહોદમાં ર અકસ્માતમાં ૬ ના મોત
ઝાલોદમાં ર બાઇક વચ્ચે અને ઇકો કાર અને બાઇક વચ્ચે ટક્કરથી દુર્ઘટના

દાહોદ, તા. ૧પ : દાહોદમાં ઉત્તરાયણ પર્વ પર બે ભયંકર અકસ્માત સર્જાયા હતા. આ બે અલગ- અલગ અકસ્માતમાં કુલ ૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. બે બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ૪ લોકોના મોત થયા છે. જ્યારે બાઇક અને કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ૨ લોકોના મોત થયા છે. જ્યારે એકની હાલત ગંભીર છે.
રાજ્યમાં અકસ્માતોના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ઝાલોદમાં ગઈકાલે મોડી રાત્રે બે અલગ અલગ માર્ગ અકસ્માત મા ૬ લોકોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે.
ઝાલોદમાં ઉત્તરાયણનું પર્વ ગોઝારું રહ્યું છે. બે અકસ્માતમાં ૫ અલગ અલગ પરિવારના લોકોના મોત થયા છે. ઝાલોદના વેલપુરામાં ૨ મોટર સાયકલ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં કુલ ૪ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ ઝાલોદની જુની આરટીઓ ચેક પોસ્ટ ખાતે ઈકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક પર સવાર ૨ લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ૧ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.અકસ્માતને લઈને ઘાયલ વ્યક્તિને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ અકસ્માતની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
