<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

મહાન ભક્ત મીરાબાઈની ૫૨૫મી વર્ષગાંઠ નિમિત્તે દ્વારકાના સનસેટ પોઇન્ટ પાસે આવેલ ઓપન એર થિયેટર ખાતે ત્રી દિવસીય ભવ્ય મીરા મહોત્સવ ૨૦૨૪નો શુભારંભ : મીરાબાઈના જીવન પર વિખ્યાત સંગીતકાર-ગાયક અનુપ જલોટા તથા લોક ગાયિકા લલિતા ઘોડાદ્રાએ લહેરાવી ભજનોની સરવાણી : શ્રી રામ ભારતીય કલા કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કરાયેલ મીરા નૃત્ય નાટિકા નિહાળી નાગરિકો થયા મીરા ભક્તિમાં મંત્રમુગ્ધ : ધારાસભ્ય પબુભા માણેક , કલેકટર જી.ટી.પંડ્યા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ : ત્રી-દિવસીય સુધી યોજાનાર કાર્યક્રમમાં આજે અનુપમા હોસ્કેરે દ્વારા ગિરધર નાગર કી મીરા પર પપેટ, અજય પોહાન્કર દ્વારા ભજન તથા શ્રી મમતા અહર દ્વારા મીરા પર હિન્દી નાટક પ્રસ્તુત કરવામાં આવશે. જ્યારે કાલે સવારે ૧૦ વાગ્યે મધુરાની શુક્લ, નિરંજન રાજ્યગુરુ તથા કલ્યાણસિંહ શેખાવત દ્વારા શ્રી શારદાપીઠ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઓડીટોરિયમ, દ્વારકા ખાતે સંત મીરાબાઈના સંગીત અને સાહિત્ય પર સેમિનાર : સાંજે શ્રી સિક્કિલ ગુરુચરણ, હેમંત ચૌહાણ દ્વારા ભજનો તથા કથક કેન્દ્ર નવી દિલ્હી દ્વારા સાંવરે કે રંગ રાચી નૃત્ય નાટિકા 10:40 AM IST