News of Wednesday, 15th January 2025
રાજપીપળામા ઉત્તરાયણના દિવસે દોરાથી બે કબૂતરો ઇજા પામતા સારવાર અપાઈ
આમપણ આ વર્ષે ઉત્તરાયણ નિરાશાજનક જોવા મળી માટે ખાસ કોઈ વ્યક્તિ કે પક્ષી બહુ ઇજા પામ્યા નથી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ઉત્તરાયણના તહેવારોને અનુલક્ષીને સરકાર દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત જનજાગૃતિના કાયૅકમો હાથ ધરવામાં આવ્યા હોય ઉતરાયણના તહેવારોમા પતંગની ધાતકી દોરીથી અનેક પક્ષીઓ ભોગ બની જીવ ગુમાવતા હોવાના બનાવો બની રહ્યા છે ત્યારે આ પક્ષીઓ ઉત્તરાયણના દરમિયાન પતંગ દોરીનો ભોગ ન બને તે માટે પક્ષીઓની વાહરે અનેક જીવદયા પ્રેમી સંસ્થાઓ પણ બચાવ કાર્યમાં આગળ આવતી હોય છે.
દર વર્ષે રાજપીપળા સહિત જિલ્લામાં અનેક પક્ષીઓ પતંગની દોરીનો ભોગ બનવાના બનાવો બનવા પામ્યા હતા પરંતુ આ વર્ષે ફિકી ઉત્તરાયણ હોય જેમાં ઉત્તરાયણના દિવસે ફક્ત 2 કબૂતર પતંગની દોરીનો ભોગ બનતા તેઓ ગંભીર રીતે ધવાતા તેમને સારવાર અર્થે રાજપીપળા પશુ દવાખાને લાવવામાં આવ્યા હતા જયાં પશુ ચિકિત્સકની ટિમના ડૉ. વસીમ સૈયદ, ડૉ.પૂજાબેન ગામીત, ડૉ.ઇરફાન સૈયદ, વિશાલ તડવી અને રવિભાઈ તડવીનાઓ દ્વારા સારવાર અપાઈ હતી.આમ ઉત્તરાયણના દિવસે રાજપીપળા પશુ દવાખાનામાં દોરાથી ધવાયેલા ઈજાગ્રસ્ત બે કબુતરના કેસ નોધાયા હતા
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
