News of Wednesday, 15th January 2025
આ વર્ષે ઉત્તરાયણમાં સાઇબર ક્રાઇમ જાગૃતિના મેસેજ વાળી પતંગ રાજપીપળા બજારમાં વેચાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: આ વર્ષે ઉત્તરાયણ માં પતંગ રસિયાઓ બહુ ખાસ ઉત્સુક જોવા મળ્યા ન હોય તેમ આકાશમાં ઘણી ઓછી ઊડતી પતંગ પરથી ખ્યાલ આવ્યો અને રાજપીપળા સહિત નર્મદા જિલ્લાના પતંગ બજારોમાં ખાસ ઘરાકી પણ જોવા મળી ન હતી.
જોકે દર વર્ષે પણ મસાલા કે અન્ય કંપનીઓ દ્વારા પતંગો પર જાહેરાત છપાઈ છે સાથે સાથે ફિલ્મ સ્ટારોના ફોટા વાળી પણ અવનવી પતંગ બજારમાં ઉપલબ્ધ હોય છે પરંતુ હવે આ બાબત જાણે લુપ્ત થઈ હોય તેમ ખાસ કોઈ જાહેરાત પતંગ પર જોવા ન મળી પણ એક યુવાન રાજપીપળાથી પતંગ લઈ જતો હતો ત્યારે તેના હાથ માં ની પતંગ ઉપર સાઇબર ક્રાઇમ માટે જાગૃતિ આપતો મેસેજ આ પતંગ ઉપર જરૂર જોવા મળ્યો હતો.
જોકે આ સાઇબર સેફ ગુજરાત પોલીસના નામ જોગ પ્રિન્ટ થયેલી આ પતંગ ખરીદનાર અને કપાયા બાદ જ્યાં પડશે ત્યાં મેસેજ થકી લોકો જાગૃત થશે એ માટે આ વર્ષે પતંગ પર આ મેસેજ મૂકવામાં આવ્યો છે.
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
