News of Thursday, 16th January 2025
સુરતમાં વહુએ 80 વર્ષીય વૃદ્ધાને ઘસડી ઘસડીને માર્યો માર: વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
સુરતના પુણા માતૃશક્તિ સોસાયટીમાં રહેતા 80 વર્ષના વૃદ્ધાને વહુએ ખરાબ રીતે ઘસડી ઘસડીને માર માર્યો : સમગ્ર મામલો પુણા પોલીસ સ્ટેશને પહોંચ્યો

સુરત શહેરને શર્મસાર કરતી ઘટના હાલમાં પ્રકાશમાં આવી છે. સુરત શહેરની પુણા માતૃશક્તિ સોસાયટીમાં રહેલા 80 વર્ષના વૃદ્ધ સાસુને તેની વહુ ખરાબ રીતે ઘસડી ઘસડીને માર મારતાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે સ્પષ્ટ પણે જોઈ શકો છો કે વહુ તેની 80 વર્ષીય સાસુને ઘરના પેસેજમાં ઘસડી ઘસડીને માર મારી રહી છે. મહિલા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ અને વુમન ઈમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટને સોશિયલ મીડિયા દ્વારા જાણ થઈ હતી ત્યારબાદ ટ્રસ્ટના હોદ્દેદાર શીતલબેન ભડિયાદરા અને ચેતનાબેન સાવલિયાએ પુણા પોલીસને જાણ કરી છે
80 વર્ષના વૃદ્ધાને માર મારતી વહુનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સમગ્ર મામલો પુણા પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
(9:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
