News of Friday, 17th January 2025
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનની દિશા બદલાઇ : ૭ દિ' આવુ વાતાવરણ રહેશે
હજુ ૪ દિવસ સુધી તાપમાનમાં ફેરફાર થશે : હવામાન વિભાગની આગાહી

અમદાવાદ, તા. ૧૭ : ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે અનેક જીલ્લાઓનાં તાપમાનમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે. તેમજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં જીલ્લાઓમાં ચાર ડિગ્રી તાપમાનનો પારો ગગડ્યો છે. તેમજ નલિયા બાદ હવે અમરેલી ૮.૨ ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર છે. તેમજ હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસ સુધી તાપમાનમાં ફેરફાર થશે. હાલમાં ગુજરાત ઉપર ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે પવનની દિશા બદલાઈને ઉત્તર- પૂર્વ અથવા તો પૂર્વ તરફથી પણ થઈ શકે છે, જેથી ઠંડીનું જોર ઘટી શકે છે. આગામી સાત દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે. આજે અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૩ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શકયતાઓ છે. આજે બપોરના સમયે અમદાવાદ શહેરમાં પાંચથી દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે, જેથી જ્યારે પવન આવે ત્યારે આંશિક ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. ૨૪ કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થતા ઠંડીમાં ઘટાડો અનુભવાશે.
ગુજરાત પર ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે પવનની દિશા બદલાઈ શકે છે. તેમજ ઠંડીનું જોર ઘટી શકે છે. તેમજ આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની શકયાતાઓ છે. છેલ્લા ત્રણ દિવાસથી તાપમાનમાં એક ડિગ્રી જેટલો વધારો નોંધાવા પામ્યો છે. તેમજ ઠંડા પવનોનાં કારણે લોકોને ઠંડીનો અનુભવ થઈ રહ્યા છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કોલ્ડવેવનાં કારણે જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
