<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

ગુજરાત યુનિ.માં ઓનલાઈન કોર્સનો ફિયાસ્કો: 6 કોર્સમાંથી હું સુધી એકપણ કોર્સ શરૂ ન થયો

અનેક વિદ્યાર્થીઓએ ઓફલાઇન ફોર્મ ભર્યા નહિ અને આખરે વિદ્યાર્થીઓ ઓનલાઇન કોર્સમાં પણ અભ્યાસ ન કરી શક્યા.

અમદાવાદ :  ગુજરાત યુનિવર્સિટી દ્વારા છેલ્લા 2 વર્ષથી બી.એ, બી. કોમ અને બી.એસ.સી સહિત 6 કોર્સ ઓનલાઇન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવે છે પરંતુ જાહેરાતો માત્ર કાગળ પણ રહી ગઈ છે. ગયા વર્ષે પણ પૂર્વ કુલપતિ દ્વારા 6 કોર્સ ઓનલાઇન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી પરંતુ શરૂ થયા નહીં. ત્યાર બાદ ગુજરાત યુનિવર્સિટીમાં નવા કુલપતિની વરણી કરવામાં આવી હતી. પરંતુ વાહવાહી માટે કરવામાં આવેલી જાહેરાતોમાં કોઈ બદલવા આવ્યો નથી

 . નવું સત્ર શરૂ થયું તે પહેલાં 6 કોર્સ ઓનલાઇન કરવાની જાહેરાત કરવામાં આવી પરંતુ વર્ષ પૂર્ણ થવાની તૈયારી છે છતાં હજુ સુધી ઓનલાઇન કોર્સ શરૂ કરવામાં આવ્યા નથી. નવા સત્રના શરૂઆતમાં ઓનલાઇન કોર્સ શરૂ કરવાની જાહેરાત કરતા અનેક વિદ્યાર્થીઓએ ઓફલાઇન ફોર્મ ભર્યા નહિ અને આખરે વિદ્યાર્થીઓ ઓનલાઇન કોર્સમાં પણ અભ્યાસ ન કરી શક્યા

    ગુજરાત યુનિવર્સિટી દ્વારા છેલ્લા 2 વર્ષથી વાહવાહી લેવા માટે મોટી મોટી જાહેરાત કરવામાં આવે છે. પરંતુ જાહેરાતો પૂર્ણ કરવામાં ગુજરાત યુનિવર્સીટી પ્રશાસન નિષ્ફળ ગયું છે. ગયા વર્ષે પૂર્વ કુલપતિ દ્વારા વિદ્યાર્થીઓ નોકરી સાથે સાથે અભ્યાસ કરી શકે તે માટે ઓનલાઈન કોર્સ શરૂ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ UGC દ્વારા ઓનલાઇન કોર્સ શરૂ કરવાની મંજૂરી ન મળતા શરૂ થઈ શક્યા નહીં. 

    આ વર્ષે પણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા વર્ષના શરૂઆતમાં 6 જેટલા કોર્સ ઓનલાઇન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. 3 અંડર ગ્રેજ્યુએશન અને 3 પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેથી સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ કે જે ઘર ચલાવવા માટે નોકરી કરતા હોય છે. તે લોકો પોતાના સમયે નોકરી સાથે સાથે અભ્યાસ પણ કરી શકે. 

 મોટી મોટી જાહેરાત તો કરવામાં આવી પરંતુ ગુજરાત યુનિવર્સિટી દ્વારા યોગ્ય આયોજન કરવામાં ન આવતા જાહેરાતો કાગળ પણ રહી ગઈ છે. જેના કારણે નવા સત્રના શરૂઆતમાં ઓનલાઇન કોર્સમાં અભ્યાસ કરવા માટેની રાહ જોતા વર્ષના અંત સુધી ઓનલાઇન કોર્સ શરૂ ન થતાં અનેક વિદ્યાર્થીઓ ઓફલાઈન અભ્યાસથી પણ વંચિત રહી ગયા છે.

(12:03 PM IST)