News of Friday, 17th January 2025
જન્મથી મૃત્યુ સુધીની યોજનાઓ સરકાર દ્વારા ચલાવાય છેઃ ભાવનાબેન
અનુસુચિત જાતી કલ્યાણ વિભાગ દ્વારા સામાજિક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન માટે એવોર્ડ અર્પણ કાર્યક્રમ યોજાયો :કચ્છના કાનજીભાઇ જખુભાઇ મહેશ્વરીને કબીર સાહિત્ય એવોર્ડ, ૧ લાખ રૂા. રોકડાનો પુરસ્કાર અર્પણ:અમદાવાદના અમિત પ્રિયદર્શી જયોતિકરને ડો.બાબાસાહેબ આંબેડકર એવોર્ડ સાથે ર લાખનો પુરસ્કાર અપાયો:સુરતના નરેશભાઇ સોલંકીને મહાત્મા ગાંધી એવોર્ડ, રૂા.ર લાખ પુરસ્કાર અપાયો

રાજકોટઃ સંવિધાનનો અમળત મહોત્સવ- બંધારણના ૭૫ માં વર્ષની ઉજવણી અંતર્ગત ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા સામાજિક ક્ષેત્રે અપાતા ડો.બાબા સાહેબ આંબેડકર એવોર્ડ, મહાત્મા ગાંધી એવોર્ડ, સંત શ્રી કબીર સાહિત્ય એવોર્ડ, સાવિત્રીબાઈ ફૂલે મહિલા કલા સાહિત્ય એવોર્ડ, મહાત્મા ફૂલે શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ અને દાસી જીવણ શ્રેષ્ઠ સાહિત્ય કળતિ એવોર્ડ અર્પણ વિધિ સમારોહ સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ડો.બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે યોજાયો હતો.
પ્રાસંગિક ભાનુબેને ે જણાવ્યું હતું કે, સંવિધાનના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. ડો.બાબા સાહેબ આંબેડકરના નામ અને એમના પરિવાર સાથે જોડાયેલા એવોર્ડ સાથે આજે સૌ સમારોહમાં ઉપસ્થિત થયા છે ત્યારે, એવોર્ડની પસંદગી વિશે જણાવતા તેમણે ઉમેર્યુ હતું કે, ઘણા બધા બાયોડેટા માંથી પસંદગી માટેની એક સમિતિ પણ હોય છે. જ્યારે આ પસંદગી થતી હોય છે, ત્યારે એ વ્યક્તિના કાર્ય ઉપર કે સમાજ જીવન ઉપર એ વ્યક્તિએ પોતાનું શું યોગદાન આપ્યું છે, અને એજ યોગદાનના ભાગરૂપે એવોર્ડ આપવાની પસંદગી થતી હોય છે. આ પસંદગી માટે દરેક પ્રકારની ચકાસણી કરી સંપૂર્ણ ચોકસાઈપૂર્વક નિર્ણય થાય એના માટેની પણ ખાસ તકેદારી રાખવામાં આવે છે. એટલુજ નહીં સંપૂર્ણ પાર્દશક નિર્ણય થાય તે માટે પોલીસ વેરીફીકેશન દ્વારા પણ બાંહેધરી લેવામાં આવે છે. જ્યારે આ પસંદગી કરવા બેઠા ત્યારે ઘણા બાયોડેટા જોઈ આપણને બધાને ગર્વ થાય કે, સમાજમાં આટલું સરસ કામ કરતા લોકોનું એક ભાથુ કહી શકાય એટલા બધા લોકો આપણી પાસે છે. ખૂબ સીમિત સંખ્યામાં આપણે એવોર્ડ આપી શકીએ છે, બધા જ પોતપોતાના ક્ષેત્રમાં પોતપોતાની જગ્યાએથી સમાજ જીવન માટે ખૂબ શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા હોય છે,પરંતુ આખી કમિટી બેસીને સાથે મળી એક નામ નક્કી કરવાનું હોય અને એક નામની મર્યાદામાં આપણે એવોર્ડ આપવાનો હોય, મર્યાદાના ભાગરૂપે એક એવોર્ડ માટે એક વ્યક્તિની પસંદગી કરતા હોઈએ છે.
ભાનુબેને એમ પણ જણાવ્યું હતું કે,જ્યારે મારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની મંત્રી તરીકે કામ કરવાનું થયું ત્યારે રોજેરોજ વિભાગનું બધું સાહિત્ય જોવાનું અને જી.આર જોવાના, યોજનાઓ જોવાની, વિભાગના અધિકારીઓ સાથે રોજેરોજ બેઠક કરવાની અને રાતના મોડે સુધી બેસી ખુદ બધુ સારી રીતે સમજુ જેથી લોકોને સારી રીતે સમજાવી શકું.સાથે સાથે એ જે સરકારની યોજનાઓનો લાભ સારી રીતે લોકો સુધી પહોંચે એના માટે મારે શું આયોજન કરવું, મારે કેટલી મહેનત કરવાની જરૂર છે,તે ધીમે ધીમે સમજવાની શરૂઆત કરી ત્યારે સમજાયું કે, ૯૦% કરતાં પણ વધારે વસ્તીને સ્પર્શતો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ છે તે મને સમજાયું. કારણ કે, સંપૂર્ણ વિભાગ યોજનાથકી જોડાયેલો છે. બાળકનો જન્મ થાય ત્યારથી લઈને મળત્યુ સુધીની યોજનાઓ સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવે છે, દીકરીનો જન્મ થાય એટલે વહાલી દિકરી યોજનાથી લઈ વ્યક્તિનું મળત્યુ થાય તો રાજા હરિヘંદ્ર મરણોતર સહાયની યોજના છે. એટલે જ ૯૦% કર કરતાં પણ વધારે લોકોને સ્પર્શ તો આ વિભાગ છે.
તેમણે કહયું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે આ દેશના વડાપ્રધાન બન્યા અને સંસદ ભવનના ગળહમાં જ્યારે તેઓ પ્રવેશ કરતા હતા ત્યારે પહેલા પગથિયે નત મસ્તક વંદન કર્યું હતુ, અને એમના વચનમાં પહેલી વાત હતી કે, અમારી સંપૂર્ણ સરકાર બાબાસાહેબના બંધારણના આધિન ચાલશે. સરકારમાં દરેક લોકોને ન્યાય મળી રહે એ ઙ્કમાણે કામગીરી કરવામાં આવશે. અને એ જ રીતે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ કામ કરી રહ્યા છે.
બરોડામાં જ્યાં ડો.બાબા સાહેબ આંબેડકરે જ્યાં સંકલ્પ લીધો હતો એ ભૂમિને સંકલ્પ ભૂમિ તરીકે વિકસાવાનું કામ પણ સરકાર કરી રહી ,છે બરોડામાં એક મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે, આ ભવનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન ઉપર ઘણી બધી વાત કે જે આપણે ચાલતા ચાલતા, વાંચતા વાંચતા, ટીવીમાં સાંભળતા સાંભળતા સમજી શકીએ એ પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે.
૨૦૨૪-૨૫ના એવોર્ડ વિજેતાઓમાં અમદાવાદના ડો.અમિત પ્રિયદર્શી જ્યોતિકરને ડો. બાબા સાહેબ આંબેડકર એવોર્ડ અંતર્ગત રૂપિયા બે લાખ અને પ્રશસ્તિ પત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે અખિલ ભારતીય શ્રમિક સંઘ સુરતના શ્રી નરેશભાઈ સોલંકી ને મહાત્મા ગાંધી એવોર્ડ અંતર્ગત રૂપિયા બે લાખ અને પ્રશસ્તિ પત્ર અર્પણ થયો. કચ્છ્ના શ્રી કાનજી જખુભાઈ મહેશ્વરી ને સંત શ્રી કબીર સાહિત્ય એવોર્ડ અંતર્ગત રૂપિયા એક લાખ અને પ્રશસ્તિ પત્ર અપાયો.
સાવિત્રીબાઈ ફૂલે મહિલા કલા સાહિત્ય એવોર્ડ કચ્છના શીલાબેન અજીતભાઈ ભાટીને રૂપિયા એક લાખ અને પ્રશસ્તી પત્ર અપાયો, મહાત્મા ફૂલે શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ ગીરસોમનાથના શ્રી રાજેશભાઈ સામતભાઈ ભજગોતરને રૂપિયા ૫૦,૦૦૦ અને પ્રશસ્તિ પત્રઅપાયો.
દાસી જીવણ શ્રેષ્ઠ સાહિત્ય કળતિ એવોર્ડ પાટણના શ્રી લલ્લુભાઈ ચીમનભાઈ જાદવને રૂપિયા ૫૦,૦૦૦ અને પ્રસિપત્ર અર્પણ કરવામાં આવ્યા હતાં.
અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના સંયુક્ત નિયામક શ્રી આર. બી ખેર દ્વારા સ્વાગત ઉદબોદન કરવામાં આવ્યું હતું. તથા આભાર વિધિ અનુસૂચિત જાતિ નાયબ નિયામક શ્રી ડો. ઘનશ્યામ વાઘેલા દ્વારા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, જિલ્લા પંચાયત બોટાદના પ્રમુખ શ્રી જેઠીબેન પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મોરબી હંસાબેન પારઘી, દસાડાના ધારાસભ્યશ્રી પરસોત્તમભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્ય શ્રી પૂનમભાઈ મકવાણા, પૂર્વ મેયર શ્રી હિતેશ મકવાણા, અગ્ર સચિવ શ્રી સામાજિક ન્યાય અને અધિકારીતા તથા અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામકશ્રી સહિત વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ તથા સમાજના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
