તા. ૩૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૪ બુધવાર
News of Friday, 17th January 2025
અમદાવાદમાં ફરી અસામાજીક તત્વોનો આતંક મચાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ : અસામાજીક તત્વો રીક્ષામાં હથિયાર સાથે સ્ટંટ કરતા નજરે પડયા : સ્ટંટબાજોએ બે પૈડાં પર રિક્ષા દોડાવી
સમગ્ર મામલો પોલીસનાં ધ્યાને આવતા પોલીસ દ્વારા વીડિયોનાં આધારે અસામાજીક તત્વોની શોધખોળ હાથ ધરી : શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહીની તજવીજ

અમદાવાદ તા.૧૭
અમદાવાદમાં ફરી અસામાજીક તત્વોનો આતંક મચાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં અસામાજીક તત્વો રીક્ષામાં હથિયાર સાથે સ્ટંટ કરતા નજરે પડી રહ્યા છે. રીક્ષામાં હથિયાર સાથે સ્ટંટ કરતો વીડિયો સામે આવ્યો છે. અસામાજીક તત્વો હથિયાર સાથે સ્ટંટ કરતા વાહન ચાલકોને અડચણરૂ બન્યા હતા. મળતી માહિતી મુજબ આ ઘટના અસલાલી રિંગ રોડ પરની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
અમદાવાદમાં અસામાજીક તત્વો હથિયાર સાથે રસ્તા પર સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે આ સમગ્ર મામલો પોલીસનાં ધ્યાને આવતા પોલીસ દ્વારા વીડિયોનાં આધારે અસામાજીક તત્વોની શોધખોળ હાથ ધરી છે.
અમદાવાદમાં અવાર નવાર અસામાજીક તત્વો દ્વારા આતંક મચાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે પોલીસ દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર શખ્સોને ઝડપી પાડી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તેમજ તેઓને પાઠ ભણાવવામાં આવે છે. જેથી તેઓ બીજી વખત શાંતિ ડહોળવાનો પ્રયાસ ન કરે.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
