<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકાના ઘટક કક્ષાના પોષણ ઊત્સવ 2024 ની ઉજવણી કરવામાં આવી

ટી.એચ.આર તથા મીલેટસ (શ્રી અન્ન) માંથી બનાવેલી વાનગીનું નિદર્શન અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ નગરપાલિકા હોલ ખાતે વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકાના ઘટક કક્ષાના પોષણ ઊત્સવ 2024 ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પોષણ ઉત્સવ અંતર્ગત ટી.એચ.આર તથા મીલેટસ (શ્રી અન્ન) માંથી બનાવેલી વાનગીનું નિદર્શન અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સેજા કક્ષાએ વિજેતા થયેલ કાર્યકર - તેડાગર બહેનો દ્વારા બાલ શક્તિ , પૂર્ણા શક્તિ, માતૃશક્તિ માંથી 22 અને  મિલેટસ માંથી 24 જેટલી પૌષ્ટિક વાનગી તથા સલાડ ડેકોરેશન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં વિરમગામ THO, માંડલ ATDO, ખેતીવાડી માંથી સતિષભાઈ, દેત્રોજ THO પ્રતીનિધી  વાસુભાઈ, વિરમગામ શહેર ભાજપ પ્રમુખ દેવાભાઇ ઠાકોર, હિતેશભાઈ મુનસરા, માંડલ સીડીપીઓ  મીતાબેન જાની, દેત્રોજ /વિરમગામ સીડીપીઓ જાગૃતિબેન ઠક્કર, ત્રણેય તાલુકાના મુખ્ય સેવિકા બહેનો, NNM BCO, PSE , આં.વા કાર્યકર બેન, તેડાગર બેન તેમજ લાભાર્થીઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી તેમજ હાજર અધિકારી ઓ દ્વારા મિલેટ ,THR  વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ દેત્રોજ અને વિરમગામ તાલુકા ના કાર્યકર બહેનો દ્વારા મિલેટ્સ અને THR વિશે લોકો માં જાગૃતતા આવે તે માટે નાટક કરેલ ,બીજા ધાન્ય કરતા આ ધાન્ય કેવી રીતે ફાયદાકારક છે તેનો બહોળો ઉપયોગ કરવા અંગે જાણકારી આપેલ અને આવેલ નિર્ણાયક દ્વારા પસંદ કરેલ વાનગીના કાર્યકર - તેડાગર બહેનો ને ઇનામ વિતરણ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.


 

(6:04 PM IST)