તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Friday, 17th January 2025
રાજપીપળા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે આંખોની તપાસ તથા મફત ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો
રાજપીપળા ખાતે ઇન્ડિયન રેડક્રોસ નર્મદાના ચેરપર્સન અને ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પ ને ખુલ્લો મૂક્યો

(ભરત શાહ દ્વારા ) નર્મદા:ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા ગુજરાત રેડક્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઇ પટેલના વિઝન હેઠળ ગુજરાતના ગરીબ તથા મધ્યમ વર્ગના વ્યક્તિઓને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે અનેકવિધ સેવા પ્રકલ્પો થઇ રહ્યાં છે. આ હેઠળ ગુજરાતની પ્રજાને આંખોની તકલીફથી રાહત માટે નર્મદા જિલ્લામાં પણ આંખોની તપાસ તથા મફત ચશ્મા વિતરણના કેમ્પ જિલ્લાના ચાર તાલુકા મથકે રાખવામાં આવ્યા જેમાં નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે ઇન્ડિયન રેડક્રોસ નર્મદાના ચેરપર્સન અને ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પને ખુલ્લો મૂક્યો.
રાજપીપળા તથા આજુબાજુની જનતાએ આ કેમ્પ નો મોટી સંખ્યામાં લાભ લઈ આંખોની તપાસ કરાવી વિના મૂલ્યે ચશ્માનો લાભ લીધો. અમદાવાદથી આવેલા રેડક્રોસના તજજ્ઞ તબીબોએ આંખની તપાસ કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું.વાઇસ ચેરમેન દેવેન્દ્રસિંહ પરમાર તથા મંત્રી જયેશભાઈ દોશી તથા કમિટી સભ્ય પંકજભાઈ શાહ અને કરણસિંહ ગોહિલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
