News of Friday, 17th January 2025
નર્મદા જિલ્લામાં ૨૦૬૭ મધ્યાહન ભોજનના કર્મચારીઓ પર લટકતી તલવાર.
પીએમ પોષણ શકિત નિર્માણ યોજનાનું ખાનગીકરણ અટકાવવા મધ્યાહન ભોજન સંચાલકોનું ધારાસભ્યને આવેદન: નર્મદા જિલ્લામાં કામ કરતા ૨૦૬૭ મધ્યાહન ભોજનના સંચાલકો, રસોઈયા, મદદનીશ કર્મીઓમાં ૬૦ ટકા વિધવા, ત્યક્તા મહિલાઓ છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા:તાજેતરમાં મધ્યાહન ભોજનમાં કામ કરતા કામદારો પર જાણે લટકતી તલવાર હોય તેવી સ્થિતિ જોવા મળતા આ કામદારોએ નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખને આવેદનપત્ર આપી ખાનગીકરણ અટકાવવા રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મધ્યાહ્નન ભોજન યોજનાની ક્ષતિઓ દૂર કરી નવા નામે પીએમ પોષણ શકિત નિર્માણ યોજના 2022 પછી જાહેર કરી ઉત્તમ ભોજન વ્યવસ્થાઓ ઊભી કરી ત્યારે વિશેષ ખર્ચની જોગવાઈ સાથે રાજ્યના મુખ્યમંત્રીએ પણ એમાં ગુજરાતની વધારાની યોજના ઉમેરીને સ્થાનિક વિધવા ત્યકતા રસોઈયા બહેનોને વિશેષ વળતર મળે અને સ્થાનિક સ્વાદ અને જેતે ગામોની રુચિ ખાન પાનમાં સ્વાદ બાળકોને ભાવે તેવા સ્વાદ મૂજબ ઉપયોગ કરીને તૈયાર થતી વાનગીઓ પીરસી રહ્યા ત્યારે ગુજરાત બહારની ચાર સંસ્થાઓ સરકારી જમીનો મેળવીને 10 થી 50 કિલોમીટર દૂરના ત્રજ્યામાં આવતી શાળાઓમાં રાત્રે 3-00 થી સવારે 6-00 વાગ્યેથી બનેલ ભોજન બીજે દિવસે બપોર 2-00 બાળકોને મળે એવી કેન્દ્રીય રસોડા જેમાં 1 લાખ બાળકોની ભોજન બનાવી આજુબાજુના ત્રણ તાલુકાઓની શાળાઓમાં ભોજન આપવાનો કોન્ટ્રાક્ટ મેળવવા વહીવટી તંત્રને હાથ ઉપર લઈને પ્રયાસો ચાલુ કર્યા હોય, આપના મતવિસ્તારના તાલુકાઓમાં નાંદોદ , ગરુડેશ્વર તિલકવાડામાં શિક્ષણ વિભાગના અગ્રસચિવના પત્ર અનુસંધાને જિલ્લા કલેક્ટરના પત્રથી તાલુકાઓની સરકારી જમીન ઉપર વિશાળ રસોડા બનાવીને ખાનગી કોન્ટ્રાક્ટ આપવાની હિલચાલમાં છે અને જો એમ થાય તો આપના મત વિસ્તારના બાળકોને ગામના જ રસોઈયા અને ગામના સ્વાદ રુચિ ખાન પાન અને રૂઢિ મુજબના ભોજનને બદલે સામાજિક ઓશિયાળી જિંદગી ન ગુજારવી પડે માટે શાળા ૧૦૦ થી ૫૦૦ સુધી ના બાળકોને બપોર નું ભોજન અને નાસ્તો સ્થાનિક વિધવા, ત્યક્તા રસોઈયા બહેનો જે માસિક ૩૭૦૦ માનદ વેતન અને એમના અને એમના નાના બાળકોના બપોરના ભોજનની વ્યવસ્થા બંધ થાય એવી સ્થતિ આ ચાર ખાનગી સંસ્થા ને કરોડો રૂપિયા ના કોન્ટ્રાક્ટ આપવાની ફિરાક માં અને એટલા જ બાળકો માટે ભોજન માટે એ સંસ્થાઓ અંગત ડોનેશન ઉઘરાવી શકે એવી છૂપી વિશાળ રણનીતિ સાથે માત્ર એમને જ કોન્ટ્રાક્ટ મળે એવા જ નિયમો રાજ્ય વહીવટી તંત્ર પાસે તૈયાર કરાવી ને તંત્ર ઓથે કામ કરી રહી છે એ વિષય ને ધ્યાને રાખીને આપના મતવિસ્તારના બાળકો ને સ્થાનિક જેતે રસોઈયા મદદનીશ ના હાથે ગ્રામ્ય રુચિ મુજબ અને સ્થાનિક ધાન્યો નો ઉપયોગ કરીને આ યોજના ની અમલવારી જ ચાલુ રાખવામાં આવે એવી રાજ્ય ના મુખ્ય મંત્રી ને ભલામણ કરવામાં આવે એવી રજૂઆત કરી છે
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
