<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

લ્‍યો બોલો... પોલીસની પીસીઆર વાનમાંથી જ દારૂની બોટલ-રોકડ પકડાઈઃ ઇન્‍ચાર્જ સહિત બેની ધરપકડ

અમદાવાદના નરોડા પોલીસ સ્‍ટેશનની PCR ગાડીના ઇન્‍ચાર્જ સતીશ જીવણ ઠાકોર અને હોમગાર્ડ વિક્રમ રણજીત રાજપુત સામે નરોડા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ

અમદાવાદ, તા.૧૮: નરોડા પોલીસ સ્‍ટેશનની PCR ગાડીમાંથી દારૂ અને રોકડ રકમ મળી આવતા ખળભળાટ મચ્‍યો છે. PCR ગાડીમાં ઇન્‍ચાર્જની હાજરીમાં બે બોટલ દારૂ અને ૩૦,૦૦૦ રોકડ મળી આવ્‍યા છે. PCR ગાડીના ઇન્‍ચાર્જ સતીશ જીવણ ઠાકોર અને હોમગાર્ડ વિક્રમ રણજીત રાજપુત સામે નરોડા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બે બોટલ વિદેશી દારૂ હંસપુરામાંથી રિક્ષા ચાલક પાસેથી લીધો હોવાની હકિકત સામે આવી છે.

નરોડા પોલીસ સ્‍ટેશનની હદમાં આવતાં મુઠીયા ગામમાં અસમાજિક તત્‍વો, બુટલેગરએ સ્‍થાનિક પોલીસના નાકમાં દમ લાવી દીધો હતો. ત્‍યારે ડીસીપીના કડક આદેશ બાદ નરોડા પોલીસ સ્‍ટેશનના ઇન્‍ચાર્જ પી.આઈએ બુધવારની રાત્રે કોમ્‍બિંગ હાથ ધર્યું હતું. જેમાં લીસ્‍ટેડ બુટલેગર તથા ઘણાખરાં ટપોરીઓના રહેણાક વિસ્‍તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્‍યારે ખુદ નરોડા પોલીસ સ્‍ટેશનની PCR ગાડીમાંથી જ દારૂ મળી આવતા ઇન્‍ચાર્જ સતીશ જીવણ ઠાકોર અને હોમગાર્ડ વિક્રમ રણજીત રાજપુત સામે કાર્યવાહી કરવામા આવી છે.

નરોડા પોલીસ સ્‍ટેશનના ઇન્‍ચાર્જ પીઆઇ અભિષેક ધવનની નિમણુંક થતાની સાથે જ બુધવાર રાત્રીના સમયે નરોડાના મુઠીયા ગામમાં રહેતા જીગ્નેશ નામના બુટલેગર અને તેના ભાઈ કાલીની ધરપકડ કરવા માટે નરોડા પોલીસ સ્‍ટેશનનો સ્‍ટાફ તથા ઝોન-૪ એલસીબીના કર્મીઓએ કોમ્‍બિંગ હાથ ધર્યું હતું. જેમાં લીસ્‍ટેડ બુટલેગર જીગો પોલીસને હાથતાળી આપવામાં સફળ રહ્યો હતો. પરંતુ પોલીસે તેના ટપોરી ભાઈ કાલીની દારૂના જથ્‍થા સાથે ધરપકડ કરી હતી. નામચીホ બુટલેગર જીગાના સગા ભાઈ કાલીની ધરપકડ કર્યા બાદ કાયદાનો પાઠ પોલીસની ભાષામાં ભણાવ્‍યો હતો.

(11:44 AM IST)