<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

હરણી બોટ કાંડ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ :2 શિક્ષકો સહિત 12 નિર્દોષ બાળકોના મોત થયા હતા

વાર્ષિક પુણ્યતિથિ હોય મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા સહિત ન્યાયની માંગણી સાથે વિવિધ કાર્યક્રમો પણ યોજાશે

વડોદરા શહેરમાં ગત વર્ષે 18 જાન્યુઆરીના રોજ હરણી લેકઝોન દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષિકાઓના મોત થયા હતા. આજના દિવસે સમગ્ર શહેર હિબકે ચડ્યું હતું. ચારે તરફથી આ દુર્ઘટના માટે જવાબદાર સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી હતી. ઘટનાને લઈને મુખ્યમંત્રી, ગૃહમંત્રી તત્કાલ હરણી લેક્ઝોન ખાતે આવી પહોંચ્યા હતા. મૃતકના પરિવારજનોને ન્યાય અપાવવા સહિતની સાંત્વના પાઠવી હતી.

આ સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે. ત્યારે, હાઇકોર્ટે પણ કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી. જોકે આજે પણ મૃતકના પરિવારજનો ન્યાયથી વંચિત છે બીજી તરફ પરવાનગી વિના આ પ્રવાસ યોજનાર શાળા સંચાલકો સામે પણ કોઈ કાર્યવાહી થઈ નથી. ત્યારે નગરજનોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે. આજે હરણી બોટ કાંડ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. વાર્ષિક પુણ્યતિથિ હોય મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા સહિત ન્યાયની માંગણી સાથે વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.

(12:06 PM IST)